ચોટીલા તાલુકા ના પાંચવડા ગામે થી વિદેશી દારૂ ઝડપી પાડતી ચોટીલા પોલીસ

0
73

સુરેન્દ્રનગર જિલ્લાના પોલીસ વડા દિપક કુમાર મેઘાણી* દ્વારા જિલ્લાની પોલીસને સતર્ક કરી, *દારૂ જુગારની પ્રવૃત્તિ નેસ્ત નાબૂદ કરી, પ્રોહીબિશનના બુટલેગરો ઉપર વોચ રાખવા તથા જિલ્લામાં પ્રવેશતા પાર પ્રાંતીય વિદેશી દારૂ બાબતે વોચ રાખી, બાતમીઓ મેળવી, પ્રોહીબિશનના કેસો શોધી કાઢવા તથા દેશી વિદેશી દારૂના કેસોમાં વોન્ટેડ નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા માટે ખાસ ઝૂંબેશ* હાથ ધરવામાં આવેલ છે. જે અનુસંધાને સુરેન્દ્રનગર જિલ્લાના પોલીસ અધિકારીઓને પ્રોહીબિશનના કેસો શોધી કાઢી, દેશી વિદેશી દારૂના ગુન્હાઓમાં નાસતા ફરતા વોન્ટેડ આરોપીઓને પકડી પાડવા માટે સૂચનાઓ કરવામાં આવેલ છે…._

લીંબડી ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ ચોટીલા પોલીસ સ્ટેશનના પોલિસ ઈન્સ. પી.ડી.પરમારને હે.કો. દેવાભાઈ મારફતે બાતમી મળેલ કે, ચોટીલા તાલુકાના પચવડા ગામે રાજુભાઈ ભાણભાઈની વાડીના શેઢે આવેલ ખાડામાં આરોપીઓ (૧) જયંતીભાઈ વેલશીભાઈ સોલંકી (૨) રાજુભાઈ ભાણભાઇ સોલંકી (૩) લાલાભાઇ વિહાભાઇ મેટાળીયા રહે. તમામ પાંચવડાએ વિદેશી દારૂનો જથ્થો વેચાણ અર્થે લાવી સંતાડેલ છે અને તેમાંથી કાઢીને વેચાણ કરે છે….._

ચોંટીલા પોલીસને મળેલ બાતમી આધારે લીંબડી ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ ચોટીલા પોલીસ સ્ટેશનના પોલિસ ઈન્સ. પી.ડી.પરમાર તથા સ્ટાફના પો.સ.ઇ. અાઇ, કે.શેખ, હે.કો. દેવાભાઇ, ભોપાભાઈ, વસંતભાઈ, સરદારસિંહ, શેખાભાઇ, સહિતની પોલીસ ટીમ દ્વારા ચોટીલા તાલુકાના પાંચવડા ગામે ઉગમણી કરાળ પાટી તરીકે ઓળખાતી સીમમાંથી આરોપી (1) જયંતીભાઈ વેલશીભાઇ સોલંકી રહે. પાંચવડા, (2) રાજુભાઇ ભાણભાઇ સોલંકી રહે. પાંચવડાં તથા (3) મનસુખભાઇ મોહનભાઇ સોલંકી રહે. ખેરાણા વાળા હાજર મળી આવતા, તેઓને સાથે રાખી, આરોપી રાજુભાઇ વાડીમાં *સર્ચ ઓપરેશન* હાથ ધરી, રેઈડ કરવામાં આવતા, વાડીની અંદર આવેલ ખાડામાંથી *જુદી જુદી બ્રાન્ડની વિદેશી દારૂની બોટલો નંગ 744 કિંમત રૂ. 2,28,000/- તથા મો.સા. નં. 01 કિ.રૂ. 20,000/- મળી કુલ કિ.રૂ. 2,48,000/- ના કુલ મુદ્દામાલ* સાથે પકડી પાડવામાં આવેલ છે. આ પ્રોહીબિશનની રેઇડ દરમિયાન આરોપી લાલાભાઇ વિહાભાઇ મેટાળીયા હાજર મળી આવેલ ન હોઈ, નાસી ગાયેલાનું જાણવા મળેલ હતું…_

_પકડાયેલ મુદ્દામાલ બાબતે પકડાયેલા તથા નાસી ગયેલ *આરોપીઓ વિરુદ્ધ ચોટીલા પોલીસ સ્ટેશનના પો.હેડ કોન્સ. દેવાભાઈ ખીમાભાઇએ* સરકાર તરફે ફરિયાદી બની, પ્રોહીબિશન એકટ મુજબ ગુન્હો રજીસ્ટર કરાવેલ છે…_

_ચોટીલા પોલીસ દ્વારા આ વિદેશી દારૂ ક્યાંથી લાવવામાં આવેલ હતો અને કોને પહોંચાડવાનો હતો..? અન્ય કોણ કોણ આરોપીઓ આ ગુન્હામાં સંડોવાયેલ છે..? નાસી ગયેલ આરોપી બીજા કોઈ પોલીસ સ્ટેશનના ગુન્હાઓ માં વોન્ટેડ કે પકડવાના બાકી છે કે કોઈ ગુન્હામાં સંડોવાયેલ છે કે કેમ..? વિગેરે મુદ્દાઓસર તપાસ હાથ ધરી, ચોટીલા પોલીસ સ્ટેશનના પોલિસ ઇન્સ. પી.ડી.પરમાર તથા સ્ટાફ દ્વારા નાસી ગયેલ આરોપીV લાલાભાઇ વિહાભાઇ મેટાળીયાને પકડી પાડવા ચક્રો ગતિમાન કરી, વધુ તપાસ તજવીજ હાથ ધરવામાં આવેલ છે…_

રિપોર્ટર : દિપકસિંહ વાઘેલા
સુરેન્દ્રનગર.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY