પાલિકાના રડાર પર બાંધકામની જગ્યાઓ, હૉસ્પિટલોને સર્તક કરાઈ
મુંબઈ: ચોમાસું બહુ જલદી મુંબઈ સહિત મહારાષ્ટ્રમાં દાખલ થવાનું છે, ત્યારે તકેદારીના પગલારૂપે મુંબઈ મહાનગરપાલિકાનું આરોગ્ય ખાતું પણ સજ્જ થઈ ગયું છે. ચોમાસામાં ડેન્ગી, મલેરિયા સહિત અનેક પાણીજન્ય બીમારીઓ માથું ઊંચકતી હોય છે. તેથી આ રોગ વધુ ફેલાય તે પહેલા જ તેને ડામવા માટે સુધરાઈ પ્રશાસન પ્રયાસમાં છે. તે મુજબ મુંબઈમાં જે વિસ્તારમાં ક્ધસ્ટ્રકશનના કામ વધુ પ્રમાણમાં ચાલી રહ્યાં છે તે વિસ્તાર પાલિકાના રડારમાં રહેવાના છે. બાંધકામ ચાલતા હોય તે વિસ્તારમાં સુધરાઈના આરોગ્ય ખાતાના અધિકારીઓ કડક નજર રાખવાના હોવાનું જાણવા મળ્યું છે.
ચોમાસામાં ડેન્ગી, મલેરિયા જેવી બીમારીઓ વધુ પ્રમાણમાં ફેલાતી હોય હોય છે. વરસાદના ઠેર ઠેર ભરાઈ જતા પાણીમાં સરળતાથી મચ્છરોની ઉત્પત્તિ થતી હોય છે. મચ્છરોની ઉત્પત્તિ ઝડપભેર થવાથી ડેન્ગી, મલેરિયા જેવી બીમારીઓને આમંત્રણ મળતું હોય છે અને મુંબઈગરાના આરોગ્યને જોખમ ઊભું થતું હોય છે. તેથી મુંબઈને મલેરિયામુક્ત કરવા માટે મુંબઈ મહાનગરપાલિકાના આરોગ્ય ખાતાએ ૨૦૩૦ સુધીનું ટાર્ગેટ રાખ્યું છે તે મુજબ પાલિકાની હૉસ્પિટલ, ડોકટર તૈયારી કરી રહ્યાં હોવાનું કહેવાય છે.
આ દરમિયાન મલેરિયા અને ડેન્ગી જેવી બીમારીઓને ચોમાસામાં નિયંત્રણમાં રાખવા માટે સુધરાઈએ મુંબઈના જે વિસ્તારમાં ક્ધસ્ટ્રકશન મોટા પ્રમાણમાં ચાલી રહ્યું છે ત્યાં વધારે ધ્યાન આપવાનું નક્કી કર્યું હોવાનું કહેવાય છે. હાલ મુંબઈમાં અનેક ઠેકાણે રિડૅવલપમેન્ટના કામ ચાલી રહ્યા છે તેથી મોટા પ્રમાણમાં બાંધકામ ચાલી રહ્યાં હોઈ વરસાદમાં આ ક્ધસ્ટ્રકશન સાઈટ પર પાણી ભરાઈ જતા હોય છે અને મલેરિયા, ડેન્ગીના મચ્છરોને ઉત્પત્તિ માટે મોકો મળી જતો હોય છે.
આરોગ્ય ખાતાના અધિકારીના જણાવ્યા મુજબ હાલ એફ-દક્ષિણ, જી-દક્ષિણ તેમ જ એમ વોર્ડમાં મોટા પાયા પર બાંધકામનું કામ ચાલી રહ્યું છે. એ સિવાય લોકસંખ્યા વધુ હોવાને કારણે આ ઠેકાણે મુંબઈ મહાનગરપાલિકાએ ધ્યાન વધારે આપવાની ગરજ હોવાથી મુંબઈના અન્ય વિસ્તારની સાથે જ આ ઍરિયા પર બારીકાઈથી નજર રાખવામાં આવવાની હોવાનું કહેવાય છે.
ગયા વર્ષે એટલે કે ૨૦૧૭માં મુંબઈમાં મલેરિયાના કુલ ૬ હજાર દર્દીઓ નોંધાયા હતા. તેમાં પણ ૨૦૧૭ના સપ્ટેમ્બર મહિનામાં મુંબઈમાં મલેરિયાના બે હજાર દર્દીઓ નોંધાયા હતા. જેમાં ડેન્ગીને કારણે લગભગ ૧૭ લોકોની તો મલેરિયાને કારણે ચાર લોકોના મૃત્યુ થયા હોવાનું કહેવાય છે.આ સંખ્યામાં ઘટાડો થાય તે માટે મુંબઈ મહાનગરપાલિકાએ ચોમાસા પહેલા તૈયારી ચાલુ કરી દીધી છે જેમાં ડોકટર, સ્ટાફ, નર્સ સહિતના તમામ વોર્ડ ઓફિસરોને પોતપોતાના એરિયામાં ટ્રેનિંગ આપવાનું કામ ચાલુ કરવામાં આવવાનું છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





