અમદાવાદીઓ આનંદો! આરોગ્ય વિભાગને પાણીપુરીમાં કંઈ વાંધાનજક ન મળ્યું

0
85

સેમ્પલનું લેબમાં પરીક્ષણ બાદ માત્ર ચાર જ સેમ્પર સબ સ્ટાન્ડર્ડ હોવાનું બહાર આવ્યું
અમદાવાદ,તા.૨૨
બે મહિના પહેલા વડોદરામાં આરોગ્ય વિભાગે ખાણીપીણીની દુકાનો પર અચાનક કાર્યવાહી હાથ ધરી હતી. શહેરમાં રોગચાળો વકતરતા પાણીપુરીના વેચાણ પર પ્રતિબંધ લગાવી દીધો હતો. વડોદરાના આરોગ્ય વિભાગ પાસેથી ‘શીખ’ લઈને અમદાવાદના આરોગ્ય વિભાગે પણ ઉત્સાહમાં આવીને મોટાપાયે ખાણીપીણીની દુકાનો પર દરોડાની કાર્યવાહી કરી હતી. આરોગ્ય વિભાગનો મુખ્ય ટાર્ગેટ પાણીપુરી વેચતા એકમો હતા. આ માટે શહેરમાંથી વિવિધ ૨૧ સેમ્પલ લેવામાં આવ્યા હતા. જાકે, હવે આ કેસમાં ખોદ્યો પહાડ અને નીકળ્યો ઉંદર જેવો ઘાટ ઘડાયો છે.
અમદાવાદ મ્યુનિસિપલ તંત્રના હેલ્થ વિભાગ તરફથી શહેરના વિવિધ વિસ્તારોમાંથી ૨૧ જગ્યાએ પાણીપુરીમાં વપરાતી સામગ્રીના સેમ્પલ લેવામાં આવ્યા હતા. આરોગ્ય વિભાગે પુરી, બટેકા, ચટણી, ચણા વગેરેના નમૂના લીધા હતા. જોકે, હવે આ તમામ સેમ્પલમાંથી ફક્ત ચાર જ સેમ્પલ સબ-સ્ટાન્ડર્ડ હોવાનો રિપોર્ટ આવ્યો છે.
મીડિયામાં પાણી પુરીમાં વપરાતા સડેલા બટાકા સહિતના રિપોર્ટ બાદ આરોગ્ય તંત્ર અચાનક જાગ્યું હતું અને ખાણીપીણીના વિવિધ એકમો અને ખાસ કરીને પાણીપુરીની લારી વાળાઓને ત્યાં સપાટો બોલાવ્યો હતો. આરોગ્ય વિભાગની ટીમે રૌફ જમાવતા લારીઓમાં વેચાતી પાણીપુરીની સામગ્રી ઢોળી નાખીને તેમના વાસણો રસ્તા પર ફેંકી દીધા હતા.
આરોગ્ય ખાતાએ લીધેલા સેમ્પલની તપાસ કરવામાં આવ્યા બાદ માલુમ પડ્યું છે કે આ ૨૧માંથી ૧૯ જેટલા સેમ્પલમાં બિલકુલ અસુરક્ષિત નથી. ચાર સેમ્પલ એવા છે જે ગુણવત્તાયુક્ત નથી. આ રિપોર્ટ બાદ આરોગ્ય વિભાગની કાર્યવાહી સામે અનેક પ્રશ્નો ઉઠી રહ્યા છે.
(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY