નોટબંધી સમયે સહકારી બેન્કોમાં જમા થયેલી માતબર રકમ સંદર્ભે યુથ કોંગ્રેસ દ્રારા નોંધાવ્યો વિરોધ

0
34

ભરૂચ રેલ્વે સ્ટેશન સર્કલ પાસે ડો બાબાસાહેબ અંબેડકારની પ્રતિમા પાસે યુથ કોંગ્રેસ ના કાર્યકરો એ એકત્રિત થઈને વિરોધ પ્રદર્શન કર્યું હતું.

આજ રોજ યુથ કોંગ્રેસના કાર્યકરોએ આક્ષેપો કર્યા હતા કે નોટબંધીના સમયગાળામાં અમદાવાદ જીલ્લા સહકારી બેંક (ગુજરાત રાજ્યની સહકારી બેંકો )માં માત્ર પાંચ દિવસ માં કરોડો રૂપીયા જમા કરી મોટું કૌભાંડ આચરયું હતું.જેના વિરોધમાં ગુજરાત પ્રદેશ યુવક કોગ્રેસ દ્વારા સમગ્ર રાજ્યના તમામ જિલ્લાઓમાં એક આશ્ચર્યજનક વિરોધ સાથે ભારે સુત્રોચાર કરી પૂતળા દહન કરવાનો કાર્યક્રમ અપાયો હતો. જેમાં પુતળા દહન અને ભરૂચ ડિસ્ટ્રિકટ બેંકના ચેરમેન નું સંન્માન કરવા જતાં પોલીસે પૂતળાનું દહન કરતા પહેલા જ પૂતળાનો કબ્જો લઈને કોંગી કાર્યકરોની અટકાયત કરી એ ડિવિઝન પોલીસ મથકે મોકલી આપવામાં આવ્યા હતાં.

ભરૂચ યુથ કોંગ્રેસના પ્રમુખ શેરખાન પઠાણે જણાવ્યું કે, સમગ્ર દેશમાં નોટબંધી કરી આ સરકારે કાળુ નાણું સફેદ કર્યું છે. તેમા પણ જેટલી ભાજપ શાસીત ડિસ્ટ્રિકટ કો-ઓપરેટિવ બેંકો છે તેમાં પણ અમદાવાદમાં જેમાં પોતે અમિત શાહ ચેરમેન છે,તેની અંદર રૂપિયા ૭૪૫ કરોડ પાંચ દિવસમાં જમા કર્યા,ભરૂચની અંદર વાગરાના ધારાસભ્ય અરૂણસિંહ રણા પોતે ચેરમેન છે, તેમણે પાંચ દિવસમાં ૯૮ કરોડ રૂપિયા, તેમજ સુરતની અંદર સાડાત્રણસો કરોડ,બરોડામાં ૭૬ કરોડ સહિત ભાજપ શાસિત રાજ્યની જેટલી પણ બેંકો છે. તેમાં ભાજપા દ્વારા હજારો કરોડ રૂપિયા જમા કરી ખોટી રીતે ભ્રષ્ટાચાર આચરેલો છે. આવા આક્ષેપો સાથે સમગ્ર દેશમાં જેટલું કાળુ નાનું જમા થયેલું છે. તેની નિષ્પક્ષ તપાસ કરવાની માંગ પણ ઉઠાવી હતી.

રિપોર્ટર:-પ્રકાશ મેકવાન, ભરૂચ.
મો:-9537920203.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY