ભરૂચના સોન તલાવડી વિસ્તારમાં રહેતી એક મહિલાએ કોઈ કારણોસર પોતાનું જીવન ટૂંકાવી ગળે ફાંસો ખાઈ આત્મ હત્યા કરી લેતાં ચકચાર મચી જવા પામી હતી.
ભરૂચ;
પ્રાપ્ત માહિતી અનુસાર ભરૂચના જૂની મામલતદાર ઓફિસની બાજુમાં આવેલ સોન તલાવડી વિસ્તારમાં રહેતાં ચંદ્રવંદન ઉપેન્દ્ર વસાવાની ધર્મ પત્ની વાસુ ચંદ્રવંદન વસાવા ઉમર વર્ષ ૨૩નાઓએ આજ રોજ કોઈ અગમ્ય કારણોસર પોતાના ઘરના લોખંડના એંગલ સાથે ઓઢણી બાંધી ગળે ફાંસો ખાઈ જીવન ટુકાવ્યું હતું ત્યાર બાદ તેના પતિ દ્રારા ૧૦૮ મારફતે વાસુને પ્રથમ સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ માં લઈ જવામાં આવી હતી.પરંતુ ત્યાં હાજર તબીબે તેને મૃત જાહેર કરી હતી.જેના કારણે
સમગ્ર પંથકમાં ચકચાર વ્યાપી જવા પામી હતી.
બનાવ અંગેની જાણ ભરૂચ એ ડિવિઝન પોલીસ મથકે કરાતા સ્ટેશન પોલીસ ચોકીના પોલીસ સ્ટાફને કરાતા પોલીસ દ્રારા ઘટના સ્થળ પર પહોંચી ફરીયાદ નોંધી બીડીને પોસ્ટમોર્ટમ કરાવવાની તજવીજ સાથે ક્યા કારણો થી વાસુએ આત્મ હત્યા કરી તે અંગે વધુ તપાસ પોલીસ ચલાવી રહી છે.
રિપોર્ટર:-પ્રકાશ મેકવાન,ભરૂચ.
મો:-9537920203.
ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861
"વંદે માતરમ ,ભારત માતાકી જય"