રાજપીપળા મહિલા પો.કો.ની લાંચ કેસમાં કેદની સજાનો ચુકાદો

0
370

પતિ-પત્નિના ઝઘડામાં જામીન આપવા તમામ કામ ઉતાવળે કરવા રમીલા પરમારે ૧૦ હજારની લાંચ માંગી હતી.

રાજપીપળા:રાજપીપળા મહિલા પોલીસ મથકના હે.કો રમીલા પરમારે પતિ-પત્નીના ઝઘડાને કેસમાં જામીન તથા બીજા કામો ઉતાવળે પતાવવા ૧૦ હજારની લાંચ માંગી હતી.આ મામલે એસીબીમાં ફરિયાદ થતા તેઓ લાંચ લેતા ઝડપાઈ ગયા હતા. આ કેસમાં રાજપીપળા કોર્ટે મહિલા પોલીસ કર્મીને ૬ માસની સાદી કેદ, ૨ હજાર રૂપિયા દંડની સજા ફટકારી છે.

કેસની વિગત મુજબ વડોદરાના પતિ-પત્નિ વચ્ચે ઝઘડો થતા પત્નીએ રાજપીપળા મહિલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.આ કેસમાં આરોપી પતિને વહેલા જામીન માટે તથા અન્ય કામ ઉતાવળે પતાવવા હે.કો રમીલા પરમારે આરોપીના ભાઈ પાસે 10 હજારની લાંચ માંગી હતી.જે પૈકી હજારનો પહેલો ચૂકવાયો હતો.બાદ રમીલા પરમાર વિરુદ્ધ એસીબીમાં ફરિયાદ કરતા એસીબીએ ગોઠવેલા છટકામાં રમીલા પરમાર ૫ હજારનો બીજો હપ્તો લેતા રંગે હાથ ઝડપાઇ ગઈ હતી. આ કેસ નર્મદાની કોર્ટમાં ચાલી જતા જજ એન.આર.જોશીએ સરકારી વકીલ જીતેન્દ્રસિંહ ગોહિલની ધારદાર દલીલોને ધ્યાને રાખી રમીલા વસાવાને ૬ માસની સાદી કેદ, ૨ હજાર દંડ અને જો દંડ ન ભરે તો વધુ ૧ માસની સજાનો હુકમ કર્યો છે.

રિપોર્ટર- નર્મદા ,ભરત શાહ

9408975050

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY