દાણાપીઠ ફાયરસ્ટેશનને તોડી મલ્ટિલેવલ પાર્કિંગ સાથે ૭ માળનું બિલ્ડિંગ બનાવાશે

0
21

અમદાવાદ,તા.૧૫
દાણાપીઠ ખાતે જર્જરિત થઈ ગયેલા ૮૬ વર્ષ જૂના ફાયર સ્ટેશન અને સ્ટાફ ક્વાર્ટર્સ તોડીને રિડેવલપ કરાશે. વર્તમાન સમયમાં જે જૂનું બિલ્ડીંગ છે તે જગ્યાએ ગ્રાઉન્ડ પ્લસ ૭ માળનું નવું બિલ્ડીંગ બનાવાશે. ફાયર સ્ટેશન, ફાયરના જવાનો માટે ક્વાટર્સ, અને મલ્ટિલેવલ પાર્કિંગની સુવિધા સાથેનું અદ્યતન બિલ્ડિંગ ૩૦ કરોડમાં તૈયાર કરાશે.
આ બિલ્ડિંગ માટે કન્સ્લ્ટન્ટની નિમણૂક કરવાની પ્રક્રિયા હાથ ધરાઈ છે. બિલ્ડિંગ અઢીથી ત્રણ વર્ષમાં તૈયાર થઈ જશે. દાણાપીઠ મુખ્ય ફાયર સ્ટેશન ખાતેના ૪૮૦૦ ચોરસ મીટર પ્લોટ એરિયામાં હયાત ત્રણ બ્લોક પૈકી એક બિલ્ડિંગ ૮૬ વર્ષ જૂનું છે અને બાકીના બે રહેણાંક ફ્લેટ સહિતના બિલ્ડિંગ લગભગ ૪૫ વર્ષ જૂના છે.
હયાત ફાયર સ્ટેશનને ડીમોલીશ કરીને રિ-ડેવલપમેન્ટની કવાયત હાથ ધરવામાં આવી છે. ગ્રાઉન્ડ ફ્લોર સહિત અહીંયા ૭ માળનું બિલ્ડિંગ બનાવાશે. ફાયર બ્રિગેડના હાલના બિલ્ડિંગમાં રહેતા સ્ટાફ ક્વાર્ટર્સમાં રહેતા કર્મચારીઓને જમાલપુર, મકરબા, અને ગોમતીપુર સ્ટાફ ક્વાર્ટર્સમાં શિફ્ટ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY