ન્યુ દિલ્હી,તા.૧૫
પેટ્રોલ અને ડીઝલમાં ભાવ વધારાનો સિલસિલો લગાતાર ચાલુ છે. સોમવારે પણ ઇંધણના ભાવમાં વધારો થયો છે. આજે દિલ્હીમાં પેટ્રોલના ભાવ તો નથી વધ્યા પણ ડીઝલના ભાવમાં ૮ પૈસાનો વધારો થયો છે. સોમવારે દિલ્હીમાં પેટ્રોલનો ભાવ ૮૨.૭૨ રૂપિયા પ્રતિ લીટર થઈ ગયો છે. ડીઝલની વાત કરીએ તો તેમાં ૮ પૈસાનો વધારો થયો છે અને તેની સાથે જ તેનો ભાવ ૭૫.૪૬ રૂપિયા પ્રતિ લીટર પર પહોંચી ગયો છે.
મુંબઈની વાત કરીએ તો અહીં તમને એક લીટર પેટ્રોલ માટે ૮૮.૧૮ રૂપિયા ચૂકવવા પડશે જ્યારે ડીઝલનો ભાવ અહીં ૭૯.૧૧ રૂપિયાના સ્તરે પહોંચી ગયો છે. દેશની આર્થિક રાજધાની ગણાતા મુંબઈમાં આજે ડીઝલના ભાવમાં ૯ પૈસાનો વધારો થયો છે. જાકે પેટ્રોલના ભાવમાં ગઈકાલની સરખામણીએ કોઈ ફેરફાર થયો નથી.
અહીં નોંધનીય છે કે કેન્દ્ર સરકારે ૫ ઓક્ટોબરે પેટ્રોલ-ડીઝલના ભાવમાં ૨.૫ રૂપિયાનો ઘટાડો કર્યો હતો. આ ઉપરાંત ઘણી રાજ્ય સરકારોએ પણ એવું કર્યું હતું. જાકે ત્યાર પછીથી જે રીતે પેટ્રોલ-ડીઝલના ભાવ વધ્યા છે તેના કારણે કેન્દ્ર સરકારે જે રાહત આપી હતી તે લગભગ બરાબર થઈ ગઈ છે કારણ કે છેલ્લા નવ જેટલા દિવસમાં પેટ્રોલના ભાવમાં ૧.૨૨ રૂપિયા જેટલો વધારો થયો છે પરંતુ ડિઝલમાં તો ૨.૪૩ રૂપિયા સુધીનો વધારો થઈ ચુકવ્યો છે. આમ સરકારે આપેલી રાહત સ્વાહા થઈ ચૂકી છે એમ કહી શકાય.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




