આડેધડ પાર્કિંગ અને ગેરકાયદેસર દબાણોનો રાફડો ફાટી નીકળ્યો હાઈકોર્ટની ઐસી કી તૈસી : હિમાલય માલે પાર્કિંગ ફી ઉઘરાવવાનું શરુ કર્યું

0
3

અમદાવાદ,તા.૨૫
ગુજરાત હાઈકોર્ટ અને સત્તાધીશોના આદેશના ચીથરાં ઉડાવી શહેરના હિમાલયા મોલ દ્વારા ફરીથી પાર્કિંગ ફી ઉઘરાવવાનું શરૂ કર્યું છે. તે જાતાં એવું લાગી રહ્યુ છે કે, ટ્રાફિક અને પાર્કિંગ મુદ્દે હાઈકોર્ટના કડક આદેશનો અમલ થોડા સમય પુરતો જ હતો, હવે શહેરના મોલથી લઈ કોમ્પ્લેક્સો અને જાહેર માર્ગો પર ફરીવાર આડેધડ પાર્કિંગ અને ગેરકાયદેસર દબાણોનો રાફડો ફાટી નીકળો છે. અમદાવાદના મ્યુનિસિપલ કમિશનર અને શહેર પોલીસ કમિશનરને હાઈકોર્ટે ઉધડો લઈને કડક આદેશ કરતા મોટા ઉપાડે ટ્રાફિક અને પાર્કિંગની ડ્રાઈવ કરી હતી. જેના કારણે ટ્રાફિક વિભાગ દ્વારા નિર્દેશ આપવામાં આવ્યા હતા કે શોપિંગ મોલ્સ અને અન્ય સ્થળોએ વાહન પાર્કિંગના ચાર્જ વસુલવાની ફરિયાદ મળશે તો તેના જવાબદાર સંચાલકો સામે કાયદેસરની કાર્યવાહી કરવામા આવશે. આ ડ્રાઈવ માત્ર હાઈકોર્ટના આદેશ બાદ દેખાડો કરવા પુરતી હોવાનું પૂરવાર થઈ ગયું છે.
હિમાલયા મોલ દ્વારા ગઈકાલે એટલે કે ૨૪ સપ્ટેમ્બરના રોજ કાર પા‹કગનો ૨૦ રૂપિયા ચાર્જ વસૂલવામાં આવ્યો હોવાનો ખુલાસો થયો છે. આ પહેલા વકરેલી ટ્રાફિક અને પા‹કગની સમસ્યા હલ કરવાના હેતુથી ટ્રાફિક વિભાગ દ્વારા મહત્વના નિર્દેશો આપવામાં આવ્યા હતા. જેમાં શોપિંગ મોલ્સ અને અન્ય સ્થળોએ વાહન પાર્કિંગના તગડા પૈસા લેવાતા હતા. જેથી ટ્રાફિક વિભાગે હિમાલયા મોલને નોટીસ ફટકારી તાબડતોડ ફ્રી પાર્કિંગનો અમલ શરૂ કરાવી દીધો હતો. પરંતુ ફ્રી પાર્કિંગના બે મહિનામાં જ હિમાલયા મોલ દ્વારા ફરીવાર પા‹કગ ચાર્જ લેવાની શરૂઆત થઈ છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY