અંબાજી,તા.૨૫
અંબાજી ભાદરવી પૂનમના મેળાનો આજે અંતિમ દિવસ છે. દૂર છેવાડાથી મોટી સંખ્યામાં માઇભક્તો મા અંબાના ધામમાં ઉમટી રહ્યાં છે. મોટી સંખ્યામાં પગપાળા આવતા સંધના લોકો આજે અંબાજી સુધી પહોચી ગયા છે. હાલ માં અંબાના મંદિરમાં મોટી સંખ્યામાં લોકોનો દર્શન કરી પાવન થઇ રહ્યા છે. અંબાજી મેળાને આજે સાતમો અને છેલ્લો દિવસ છે. ત્યારે મંદિરના બેંક એકાઉન્ટ અને મંદિરોમાં લાખો રૂપિયાનું દાન આવ્યું છે.
આજે પણ અંબાજી મંદિરમાં મા અંબાના ભક્ત દ્વારા એક કિલો સોનાનું દાન આવ્યું છે. અમદાવાદના નવનીત પટેલ દ્વારા ૧ કિલો સોનાનું દાન કરવામાં આવ્યું છે. આ સિવાય આજે અંતિમ દિવસે મા અંબાના ચરણમાં અનેક ગણું સોનાનું દાન અને રૂપિયા આવ્યા છે.
તમને જણાવી દઇએ કે, છઠ્ઠા દિવસે ૨ લાખ ૪૨ હજાર ૯૨૫ ભક્તોએ દર્શનનો લાભ લીધો હતો. જ્યારે આ છ દિવસમાં કુલ ૨૨ લાખ ૯ હજાર ૪૫૯ ભક્તોએ દર્શન કર્યા હતા. છઠ્ઠા દિવસે પ્રસાદના ૨ લાખ ૮૬ હજાર ૩૪૨ પેકેટ્સનું વિતરણ થયું છે. જ્યારે છ દિવસમાં કુલ ૨૦ લાખ ૭૪ હજાર ૬૦૨ પ્રસાદના પેકેટ્સનું વિતરણ કરવામાં આવ્યું.
આ સિવાય પરત ફરી રહેલા માઈભક્તોને લઈ આવવા એસટી બસોની વિશેષ સુવિધાઓ ઉભી કરવામાં આવી છે. ભાદરવી પુનમ બાદ શ્રાધ્ધ પર્વની પૂર્ણાહૂતિ પછી નવલાં નોરતાંની શરૂઆત થશે. શક્તિ ઉપાસનાના આ પર્વમાં માને અનેક શક્તિ ઉપાસકો અક્ષત-કુમકુમથી પોતાના ચોકમાં પધારવા નિમંત્રણ પાઠવવાની શ્રધ્ધેય વિધિ કરવાનું પણ ચુકતાં નથી.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



