ઈસ્લામાબાદ,તા.૮
પાકિસ્તાનની તહરીક-એ-ઈન્સાફ પાર્ટીના પ્રમુખ ઈમરાન ખાને હાલ વડાપ્રધાન પદના શપથગ્રહણ કર્યા નથી. પરંતુ તેમના પ્રધાનમંડળને લઈને અટકળો થઈ રહી છે. મીડિયા રિપોર્ટ મુજબ. યુદ્ધની સ્થિતિમાં ભારત પર પરમાણું હુમલો કરવાના હિમાયતી અને જાણીતા સ્કોલર શિરીન મજારીને પાકિસ્તાનના સંરક્ષણ પ્રધાન તરીકેની જવાબદારી સોંપવામાં આવે તેવી અટકળો તેજ બની છે. શિરીન મજારીને ઈમરાનખાનના નિકટવર્તી માનવામાં આવે છે. તેમણે ઓક્ટોબર-૧૯૯૯માં એક ડિફેન્સ જર્નલમાં આર્ટિકલ લખ્યો હતો. જેમાં શિરીને યુદ્ધની સ્થિતિમાં ભારતીય શહેરી વિસ્તારમાં પરમાણુ હુમલાની તરફદારી કરી હતી.
માનવામાં આવે છે કે શિરીન મજારીના પાકિસ્તાનના સંરક્ષણ પ્રધાન બનવાની સ્થિતિમાં પશ્ચિમી દેશો અને ભારત સાથેના સંબંધો વણસે તેવી શક્યતા છે. શિરીન મજારીએ અન્ય એક આર્ટિકલમાં પાકિસ્તાનની સરકારને વિવાદાસ્પદ સલાહ આપતા યુદ્ધની સ્થિતિમાં ભારતની રાજધાની નવી દિલ્હી અને મુંબઈને નિશાન બનાવીને પરમાણુ ઠેકાણઓ નષ્ટ કરવાની વાત કરી હતી. મહત્વપૂર્ણ છે કે ૩૧ ડિસેમ્બર-૧૯૮૮ના રોજ ભારત અને પાકિસ્તાન વચ્ચે એકબીજાના પરમાણુ પ્રતિષ્ઠાનો પર હુમલા નહીં કરવાની સમજૂતી કરવામાં આ હતી. ૧૯૯૧માં કરાર અમલી બન્યા બાદ બંને દેશોએ પરમાણુ પ્રતિષ્ઠાનોની યાદીનું આદાન-પ્રદાન પણ કર્યું હતું. આ પહેલા શિરીન મજારીને પાકિસ્તાનના વિદેશ પ્રધાન બનાવવાની શક્યતાની પણ વાત કરવામાં આવી હતી.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે
*આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861


"વંદે માતરમ ,ભારત માતાકી જય"



