વિધાનસભા નો બહિષ્કાર કરતા પત્રકારો.?

1
117

ગુજરાત વિધાનસભામાં આજે પત્રકારોની બેઠક વ્યવસ્થા મામલે પત્રકારોએ પ્રશ્નોત્તરી સમય દરમ્યાન રિપોર્ટિંગ નો બહિષ્કાર કર્યો હતો.
ગુજરાત વિધાનસભા ના નવીનીકરણ બાદ પત્રકારો માટે ગેલરીમાં બેઠક વ્યવસ્થા યોગ્ય નહીં બનતા પત્રકારો દ્વારા ગુજરાત સરકાર અને વિધાનસભાના અધ્યક્ષ સુધી ફરિયાદો કરી હતી જે અંગે વહેલામાં વહેલી તકે પત્રકારોની બેઠક વ્યવસ્થા વ્યવસ્થિત કરી આપવા માટેની તે સમયે ખાતરી આપવામાં આવી હતી પરંતુ આ ખાતરી આપ્યા ના પંદર દિવસ કરતા વધુ સમય પસાર થઈ ગયો છતાં પણ પત્રકારો માટેની ગેલરીમાં બેઠક વ્યવસ્થા યોગ્ય નહી કરતા આજે વિધાનસભામાં પ્રશ્નોત્તરી દરમિયાન પત્રકારોએ રિપોર્ટિંગ નો બહિષ્કાર કરી પત્રકાર ગેલેરીમાંથી બહાર નીકળી ગયા હતા

અત્રે એ ઉલ્લેખનીય છે કે કહેવા પૂરતા પત્રકારો ને સમાજ નો ચોથો સ્તમ્ભ કહેવાય છે પરંતુ 2002 થી જાહેર કાર્યક્રમો માં પણ પત્રકારો ની ગણના ને બદલે ઉપેક્ષા માત્રાજ થતી જોવા મળૅ છે કારણ કે પત્રકારો માં એકતા નો અભાવ છે એ હકીકત નિર્વિવાદ છે

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

1 COMMENT

LEAVE A REPLY