અડાજણના હનીપાર્ક રોડ પર આવેલા ભૂમિ કોમ્પ્લેક્ષ પાસેની ગોપાલકૃષ્ણ સોસાયટીના એક ઘરના તાળા નકલી ચાવી વડે ખોલીને તસ્કરો સોનાના દાગીના અને રોકડ રકમ મળી ને કુલ રૂ.૧.૮૭ લાખની મતાની ચોરી કરી ને નાસી ગયા હતા.
આ અંગે જાણવા મળતી વિગતો, મુજબ અડાજણ ના હનીપાર્ક રોડ પર આવેલા ભૂમિ કોમ્પ્લેક્ષ ની સામે ગોપાલકૃષ્ણ સોસાયટી ના ઘર નંબર એ/૧૫ માં રહેતા ચંદ્રકાંતભાઈ ચોટલીયા ઉવ ૬૫ કડિયા કામ કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે, તેઓ પરિવાર સાથે ઘર બંધ કરી ને બહાર ગયા હતા તે સમયે તસ્કરોએ તેમના ઘરના દરવાજાના લોક ને નકલી ચાવી વડે ખોલી ને અંદર પ્રવેશીને કબાટ માંથી રૂ.૧૧ હજાર રોકડા અને સોનાના દાગીના મળીને કુલ રૂ. ૧.૮૭ લાખની ચોરી કરી ને નાસી ગયા હતા. બનાવ અંગે ચંદ્રકાંતભાઈ ની ફરિયાદ લઈને પી.એસ.આઈ.પ્રિતેશ ચિત્તે એ વધુ તપાસ હાથ ધરી છે.
ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923
"વંદે માતરમ ,ભારત માતાકી જય"