બે હજાર સાયકલો પાછળ રિટ્રો રીફલેક્ટર લગાડાયા

0
75

ટેક્સટાઇલના વિવિંગ તથા પ્રોસેસીંગ એકમો સાથે સંકળાયેલા કારીગરોને અકસ્માતથી બચાવવા માટે સાયકલો પાછળ રિટ્રો રીફલેક્ટર બેસાડવાનું કામ ચેમ્બર ઓફ કૉમર્સ ટ્રાફિક પોલીસની મદદ થી કર્યું હતું.  ચાર દિવસમાં આશરે બે હજાર સાયકલો પાછળ રીટ્રો રેફલેક્ટર બેસાડ્યા હતા. લુમ્સ કારખાના અને ડાઇંગ મિલોમાં મજૂરી કરતા કારીગરો સાયકલ ઉપર અવરજવર કરે છે. રાત્રી દરમ્યાન સાયકલ લઇને  રસ્તા ઉપર નીકળતા કારીગરોને પુરઝડપે દોડતા વાહનોની ટક્કર અકસ્માતના કિસ્સાઓ અવારનવાર બનતા રહે છે. આવા અકસ્માતથી બચાવવા માટે સાઇકલ ઉપસ રિટ્રો રેફલેક્ટર લગાડવાની ઝુંબેશ ટ્રાફિક પોલીસની સાથે કરવામાં આવી હતી. કારીગરોની મોટી સંખ્યામાં અવરજવર વાળા વિસ્તરો એવા પીયૂષપોઇન્ટ, ઉધના રાઈલવસ્ટેશન, ડીંડોલી રેલવે ઑવેરબ્રિડગ, ઉધના, મગદલ્લા નવજીવન સર્કલ, શાંતિનાથ મિલ પાસે ના આ અભ્યાનમાં ચાર દિવસમાં સાયકલો પાછળ આશરે બે હજાર રીટ્રો રેફલેક્ટર લગાડવામાં આવ્યા હતા.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY