વ્યારાથી પીકઅપમાં નવાપુર લઇ જવાતા 10 પશુઓને પોલીસે ઉગારી લીધા

0
13
પાયલોટીંગ કરતી બાઇક પણ પકડાઇ : વાલોડનો એક અને ઝંખવાવના ચાર શખ્સોની ધરપકડ
વ્યારાના ડોલારા ગામની હદમાંથી પોલીસે પેટ્રોલીંગ દરમિયાન મહિન્દ્ર પીકઅપમાં ખીચોખીચ ભરીને લઇ જવાતા ૫ વાછરડા અને ૫ ગાયને મુક્ત કરાવ્યા હતા. પીકઅપ તથા પાઇલોટીંગ કરનાર બાઇક મળી કુલ રૃ. ૪.૯૫ લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. વાલોડનો એક તથા ઝંખવાવના ૪ મળી કુલ ૫ શખ્સોની અટક કરી હતી. વ્યારા પોલીસે આજે વ્યારાના મેઘપુર ગામથી ડોલારા તરફ જતા રસ્તે ડોલારા ગામના ઝાડફળિયામાં ખીચોખીચ ગાય અને વાછરડા ભરેલ ટેમ્પો અટકાવ્યો હતો. મહિન્દ્ર પીકઅપ ટેમ્પો (નં. જીજે-૨૬-ટી- ૫૪૧૫)માં તપાસ કરતા અંદર ટુંકીદોરીથી ૫ નંગ ગાય તથા ૫ નંગ વાછરડા કુલ કિંમત રૃ. ૫૫,૦૦૦ને ખીચોખીચ બાંધ્યા હતા. અંદર ઘાસચારો કે પાણીની પણ સુવિધા ન હતી. પ્રાથમિક સારવારના મેડિકલ સાધનો કે સક્ષમ અધિકારીના પ્રમાણપત્ર વિના ગેરકાયદેસર રીતે વ્યારા તાલુકામાંથી ભરેલ પશુધનને મહારાષ્ટ્રના નવાપુર તરફ લઇ જવાતા હતા. સાથે પોલીસે પીકઅપ ટેમ્પાની આગળ પાઇલોટીંગ કરી જતી હિરોહોન્ડા પ્રો. બાઇક (નં. જીજે-૨૬-એલ- ૫૨૭૨) પણ કબજે લઇ કુલ રૃ. ૪,૯૫,૦૦૦નો મુદ્દામાલ કબજે કર્યો હતો તથા કુલ ૫ શખ્સો જેમાં મયુદ્દીન મૌલા મુલ્તાની, અસરફ મહેબૂબ મુલ્તાની, મુક્કદર કાલુ મુલ્તાની, તનવીર લતિફ મુલ્તાની (તમામ રહે. ઝંખવાવ, તા. માંગરોળ, જી. સુરત) તથા ગફાર બાબુભાઇ મુલ્તાની (રહે.વાલોડ, જી. તાપી)ની અટક કરી હતી.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY