પાટણ,તા.૯
સાતંલપુરના સિંઘાડા ગામથી પસાર થતી નર્મદા કેનાલમાં ૧૫ ફૂટનું ગાબડુ પડતા હજારો લીટર પાણીનો વેડફાટ થયો હતો. કેનાલ ટુટતા ખેડૂતો અને ગ્રામજનો રોષે ભરાયા હતા. મહત્વનું છે કે કેનાલનું યોગ્ય રિપેરિંગ કામ શરૂ નહી થાય તો ખેડૂતોને મોટું નુકસાન થઈ શકે છે.
કેનાલમાં કામ ચાલુ થવાના ગણતરીના કલાકોમાં જ ઠેર-ઠેર ગાબડાઓ અને તિરાડો જોવા મળી હતી. તો બીજી તરફ કોન્ટ્રાક્ટર દ્વારા કેનાલના કામકાજમાં ભ્રષ્ટાચાર કર્યા હોવાનો સિંઘાડાના ગ્રામજનોએ આરોપ લગાવ્યો છે. આવી રીતે પાટણની નર્મદા કેનાલમાં ભ્રષ્ટાચારના ગાબડા પડવાનો સિલસિલો યથાવત છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



