ઉત્તરાખંડ,ઉત્તરપ્રદેશમાં ઝેરી દારુ પીવાથી કુલ મોત ૯૨ને પાર

0
6

દહેરાદૂન/લખનઉ,તા.૯
ઉત્તરપ્રદેશ અને ઉત્તરાખંડમાં ઝેરી શરાબ (લઠ્ઠો) પીવાથી મૃતકોની સંખ્યા સતત વધી રહી છે. સહારનપુર, રૂડકી અને કુશીનગરમાં લઠ્ઠો પીવાથી કુલ મૃતકોનો આંકડો ૯૨એ પહોંચ્યો છે. સહારનપુરમાં ૬૪, રૂડડીમાં ૨૦ અને કુશીનગરમાં ૮ લોકોનાં મોત થયા છે. તેમાંથી સહારનપુરના ૧૮ લોકોનાં મોત મેરઠમાં ઇલાજ દરમિયાન થયા છે. ઉત્તરપ્રદેશ સરકાર અનુસાર, ઝેરી શરાબથી મરનારાઓમાં મોટાંભાગના એવા લોકો છે જે ઉત્તરાખંડમાં તેરમાના સંસ્કારમાં સામેલ થવા ગયા હતા અને આ લોકોએ ત્યાં લઠ્ઠો પીધો હતો. મુખ્યમંત્રી ત્રિવેન્દ્ર સિંહ રાવતે મૃતકોના પરિવારજનોને ૨-૨ લાખ રૂપિયાની મદદ આપવાની વાત કહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, માફીયાએ દારૂમાં સ્પ્રિટ અથવા ઉંદર મારવાની દવા ભેળવી હતી.
સહારનપુરના અધિકારીઓ અનુસાર, સમારંભમાં ગયેલા લોકો પરત આવ્યા તો તેમના મોત થવા લાગ્યા. અત્યાર સુધી આ મામલે ૪૬ લોકોના પોસ્ટમોર્ટમ થઇ ચૂક્્યા છે, જેમાંથી ૩૬ લોકોનાં મોત દારૂ પીવાના કારણે થયું હોવાનું જાણવા મળ્યું છે. વળી, મેરઠમાં મૃત્યુ પામનારા ૧૮ લોકોને સહારનપુરથી લાવવામાં આવ્યા હતા, તેઓનું ઇલાજ દરમિયાન મોત થયું હતું. સહારનપુર જિલ્લાના નાગર, ગાગલહેડી અને દેવબંધ પોલીસ વિસ્તારના અનેક ગામોમાં જ્યાં મોડી રાત્રે દારૂ પીવાથી ૪૪ લોકોનાં મોત થયા છે, જ્યારે ૩૦થી વધુ હોસ્પિટલમાં દાખલ છે. મેરઠની મેડિકલ હોસ્પિટલમાં હજુ કેટલાંક લોકોની હાલત નાજુક છે.
મુખ્યમંત્રીના નિર્દેશ પર શુક્રવારે ક્ષેત્રના એક્સાઈઝ ઈન્સ્પેક્ટર એચએન પાંડે અને વિભાગના સિપાહી પ્રહલાદ સિંહ, રાજેશ તિવારી, રવીન્દ્ર કુમાર અને બ્રહ્માનંદને સસ્પેન્ડ કરવામાં આવ્યાં છે. પોલીસ વિભાગમાં ક્ષેત્રના પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ વિનયકુમાર પાઠક, ભીખુ રાય અને બે સિપાહ કમલેશ યાદવ તેમજ અનિલ કુમારને સસ્પેન્ડ કરવામાં આવ્યાં છે.
શુક્રવારે સાંજે અને મોડી રાત્રે યુપીના મુખ્ય સચિવ અને બાદમાં ડીજીપીએ તમામ જિલ્લાના જિલ્લા અધિકારીઓ અને પોલીસ અધિકારીઓ સાથે વીડિયો કોન્ફરન્સથી નિર્દેશ આપ્યા કે, લઠ્ઠાકાંડ મામલે આખા જિલ્લામાં દરોડા અને શોધખોળ કરવામાં આવે. આ અભિયાન આગામી ૧૫ દિવસો સુધી ચાલશે જેમાં ધરપકડની સાથે સાથે ગેરકાયદે દારૂ ભઠ્ઠીઓ ઉપર પણ રેડ પાડવામાં આવશે. સરકાર તરફથી સ્પષ્ટ નિર્દેશ આપવામાં આવ્યા છે કે, જે જિલ્લામાં બેદરકારી થે ત્યાંના પોલીસ ઇન્સપેક્ટર અને જિલ્લા અધિકારીને નુકસાન ભોગવવું પડશે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY