લોકોને ચોકી પાર ખેતરોમાં ન જવા આદેશ
પાટણ,તા.૧
પાટણ જિલ્લાના સરહદી તાલુકા સાંતલપુરમાં પુલવામાના હુમલાને પગલે અપાયેલા હાઇએલર્ટમાં આંતરરાષ્ટ્રીય બોર્ડરથી ઘણા નજીક રહેનારા ગામલોકોમાં ફફડાટની લાગણી પણ જાવા મળી છે. સરહદી વિસ્તારમાં રાત્રે લાઇટ ચાલુ ન રાખવા સુચના આપી છે. જાખોત્રાની સીમમાં લોકોને ચોકી પાર ખેતરોમાં જવા દેવાતા નથી બાળકોને કોઈ શંકાસ્પદ હિલચાલ જણાય તો તરત જાણ કરવા સૂચિત કર્યું છે. સરહદી પંથકના તમામ ગામોમાં બીએસએફ અને પોલીસ દ્વારા બાતમીદારો મારફતે ચાંપતી નજર રાખી રહી છે. ગામોમાં આવતા અજાણ્યા વ્યક્તિઓ કે વાહનો ઉપર ચોકસાઈ રખાઈ રહી છે
પાકિસ્તાન અને ભારતના તંગદિલી વાતાવરણ વચ્ચે સરહદી વિસ્તાર પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના નવા જાખોત્રા ગામથી પાકિસ્તાન સરહદ માત્ર ૩૦ કિ.મી ના અંતરે આવેલી છે. બી.એસ.એફનો કેમ્પ પણ નજીકમાં છે. સખુડિયા બેટ પર અને ફાંગલી કેમ્પમાં ૮૦ જવાનોની ટિમ વધારી દેવાઈ છે.
જાખોત્રા ગામનાં ભોજાભાઇ માંડણભાઇ આહીરના જણાવ્યું કે હાલમાં યુદ્ધના ભણકારા વાગી રહ્યા છે. અમારા ખેતરો સરહદ બાજુ આવ્યા હોઇ હાલમાં આર્મી જવાનો ખેતી પ્લોટમાં પણ જવા દેતા નથી. ગામોમાં પોલીસ પેટ્રોલિંગ વધ્યું છે.
એવાલના તેજાભાઇ કોંલીના જણાવ્યા મુજબ ૧૯૭૧ના યુદ્ધ વખતે ગામમા વિજલાઇટો નહોતી ફાનસને પણ કાળા કાપડ લગાવી દેવાતા ચારણકા સોલાર પાર્ક પાકિસ્તાન સરહદ બાજુ આવેલો છે. સાંતલપુર તાલુકો પાકિસ્તાન બોર્ડરને અડીને આવેલ સંવેદનશીલ તાલુકો છે. બોર્ડરને અડીને આવેલ છે બે દિવસ અગાઉ કચ્છ બોર્ડર ઉપર ડ્રોન મળી આવ્યું હતું.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





