વેસ્ટર્ન રેલવેના જી.એમ. એ.કે. ગુપ્તા ઉપસ્થિત રહ્ના
સુરત, તા.૧
નવસારી સાંસદ સી.આર.પાટીલ અને વેસ્ટર્ન રેલ્વેના GM એ.કે.ગુપ્તાજીની વિશેષ ઉપસ્થિતિમાં ઉધના રેલ્વે સ્ટેશન ખાતે યાત્રીઓની સુવિધા માટે VIP લોંજ અને વેટિંગ રુમનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું સાથે સાથે પુલવામાં શહીદ થયેલ આપણા વીર જવાનોની સ્મૃતિમાં ઉધના રેલ્વે સ્ટેશન ખાતે છોડ રોપીને એમને શ્રધાંજલિ આપવાના કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું. નવસારી સાંસદે વેસ્ટર્ન રેલ્વેના GM એ.કે.ગુપ્તાજી સાથે મીટીંગ કરીને ગુજરાત ક્વીન અને શતાબ્દી એક્સપ્રેસને ગાંધીનગર સ્ટેશન મળે, ઉધનાયાર્ડની નવી બની રહેલ પ્રોટેક્શન વોલમાં યાત્રીઓને અવર જવર માટે જગ્યા છોડવા, ભેસ્તાન રેલ્વે સ્ટેશન પર જે અતિક્રમણ છે એ દૂર કરીને સ્ટેશન ખુલ્લું કરવા અને સ્ટેચ્યુ ઓફ યુનીટી પછી ગુજરાતનું જોવાલાયક સ્થળ દાંડી બની ગયું છે જ્યાં યાત્રીઓના ઘસારાને ધ્યાનમાં રાખીને નવસારી રેલ્વે સ્ટેશન પર વિવિધ ટ્રેનોના સ્ટોપેજ માટે માંગણી કરી હતી સમગ્ર પ્રોગ્રામમાં ZRUCC મેમ્બર્સ છોટુભાઈ પાટીલ, સંતોષભાઈ શાહ, અનુરાગભાઈ કોઠારી, પરેશભાઈ પટેલ, DRUCC મેમ્બર દેવેન્દ્રભાઈ બોકડીયા અને ઉધના રેલ્વે સ્ટેશન સલાહકાર સમિતિના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



