પાટણ,તા.૧૯
પાટણ જિલ્લાના જીરું પકવતા ખેડૂતો ને જીરું તૈયાર થયા પછી ઉતારો કરતા જીરા મા ૧ વિધે ૧૦ થી ૧૩ મણ જીરું ઉતરે પણ આવખતે માત્ર ૫ મણ આસપાસ જીરા નો ઉતારો આવતા તેમજ ભાવ મા કડાકો બોલાતા ખેડૂતની સ્થિતિ લાચાર અને દયનિય બની છે અને વધિયાર પંથક ના ખેડૂતો એ પોતાની આ લાચારીની રજુઆત મીડિયા સમક્ષ કરી હતી
પાટણ જિલ્લામા એકતો દુષ્કાળ ની સ્થિતિ નિર્માણ પામી છે બીજી બાજુ સરકાર ની ખેડૂતો ને સિંચાઈ ખેતી માટે પાણી આપવા બાબતે ઉદાસીનતા તો મહા મહિના મા વાતાવરણ મા ફેરફાર મા માવઠું સહિત આસમાની સુલ્તાની ના કારણે ખેડૂત એ જીરા ના પાકમા નુકસાન આવ્યું છે ખેડૂત ખેડ ખાતર અને મોંઘી દાટ મજૂરી પાછળ પૈસા ખર્ચી ને કુદરત પાસે ૧ દાણ માંથી હજારો દાણ પૈદા થાય તેવી આશા રાખે છે અને જ્યારે પાક તૈયાર થાય તે પછી પણ કહેવત છે કે ચોર ખાય મોર ખાય ઢોર ખાય સહુકાર ખાય અને વધે તેમાંથી ખેડૂત ખાય અને આ કહેવત અહીં પાટણ જિલ્લા મા ખરી પડી છે ખેડૂત ને ૧ વિધે ૫ મણ જીરું ભાગે આવ્યું છે તો જીરા ના ભાવ મા કડાકો બોલ્યો છે આમ કુત્રિમ અને કુદરતી માર ખેડૂત એ સહન કર્યો છે ત્યારે સરકારે આ વિસ્તાર ના ખેડૂતો ને પાક વીમા નું કવચ મળે તેવી માંગ છે
બાકી એરકન્ડીશન ઓફિસો અને સમાચાર માધ્યમોમા ખેડૂત ડિબેટ થી ખેડૂત ને કોઈ ફાયદો નથી ખેડૂતો ના નામે કૃષિ યોજનાઓ ધગલાબન્ધ જાહેર કરી છે ખેડૂતો ને પાક વીમા નું રક્ષણ આપવાની જાહેરાતો થાય છે ખેડૂતો ના ખાતા મા સબસીડી સહાય જમા થયા ની જાહેરાતો ઝોર સોર થિ થાય છે અને ખનધા રાજકારણીઓ પક્ષોના આગેવાનો ખેડૂતો ને મૂર્ખ સમજી ને તેમની લાચારી નો લાભ લઇ રહયા છે
સરકાર વર્ષ મા ૨ વખત કૃષિ મેલા કરોડો ના ખર્ચે કરી રહી છે કૃષિ તજજ્ઞો શિબિરો મા ખેડૂતો ને સોનેરી સલાહ આપે છે પરંતુ ગ્રાસ રૂટ લેવલે ખેડૂત પાયમાલી તરફ ધીમી ગતિ એ જઈ રહ્યો છે અને નવી પેઢી ના ખેડૂત પુત્રો ખેતી થી દૂર થતાં જાય છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




