પાટણ,તા.૧૭
કેન્દ્રીય કપડા મંત્રી સ્મૃતિ ઇરાનીએ પાટણમાં યોજાયેલી એક સભામાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પર આકરા પ્રહારો કર્યા હતા. ભાજપના પાટણ લોકસભા બેઠકના ઉમેદવાર ભરતસિંહ ડાભીના સમર્થનમાં યોજાયેલી સભામાં સ્મૃતિએ કહ્યું હતું કે અમેઠીના સાંસદ ૧૫ વર્ષમાં જે ન કરી શક્યા તે નરેન્દ્ર મોદીએ ૨ વર્ષમાં કરી બતાવ્યું હતું. તેમણે કહ્યું કે રાહુલ ગાંધી એવા વ્યક્તિ છે જે પાંચ વર્ષમાં એક વાર ફક્ત ફોર્મ ભરવા અમેઠી આવે છે. વિકાસના સંદર્ભમાં હરિફાઈ કરવી હોય તો ગુજરાતના કોઈ મતક્ષેત્ર સાથે અમેઠીની હરિફાઈ કરી લેજા.
સ્મૃતિએ કહ્યું, ‘કોંગ્રેસના સાંસદે પોતાના સંસદીય ક્ષેત્રમાં કર્યુ નથી તે નરેન્દ્ર મોદીએ ૨ વર્ષમાં કરી બતાવ્યું. અમેઠીમાં પહેલી વાર ૧.૫ લાખ લોકોને પોતાના ઘરમાં શૌચાલય મળ્યા છે. આજે મને મહિલા કાર્યકર્તા તરીકે કહેતા આ વાતનું ગર્વ છે કે નરેન્દ્ર મોદીએ અમેઠીની મહિલાઓને સન્માન આપ્યું છે.
સ્મૃતિ ઇરાનીએ ઉમેર્યુ કે “નરેન્દ્ર મોદી ગરીબોનું દુઃખ સમજે છે, જ્યારે એક ગરીબ માતા ચુલામાં રસોઈ કરે છે,ત્યારે તેના ધૂમાડાથી તે ઉધરસ ખાઈ ખાઈને પરેશના થાય છે પરંતુ તેનો અવાજ કોઈના સુધી નથી પહોંચતો પરંતુ નરેન્દ્ર ભાઈએ આ દુઃખ સમજ્યું અને ૭.૫ કરોડ મહિલાઓ સુધી ગેસનો ચુલો પહોંચાડ્યો છે. ગરીબોના બેન્ક ખાતા ખોલવાનું કામ હોય કે ગરીબોના કલ્યાણનું કામ આ કામ નરેન્દ્ર દામોદરદાસ મોદીએ કર્યું છે. સરકારની તીજારીમાંથી એક રૂપિયો નીકળે અને એ આખો એક રૂપીયો નરેન્દ્ર મોદી સુધી પહોંચે છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





