પાટણ ના સ્વ.ભાનુપ્રસાદ વણકર ના આત્મવિલોપન બાબતે ભરૂચ રાષ્ટ્રીય બહુજન હિત રક્ષક સમિતિએ જિલ્લા સમહર્તા ને આવેદનપત્ર પાઠવ્યુ.

0
92

ભરૂચ,
19/02/2018

ગુજરાત ના પાટણ જિલ્લા ના રહીશ સ્વર્ગીય ભાનુપ્રસાદ વણકર દ્રારા જમીન ના પૈસા ભરી દેવા છતાં પણ જમીન રિગ્રાન્ટ કરવામાં નહીં આવતાં આત્મવિલોપન કરવાની ચીમકી આપ્યા છતાંયે સત્તાધીશોએ તેઓ ની માંગણી સમયસર ન ઉકેલાતાં તેઓએ કલેકટર કચેરીમાં પોતાના શરીર પર જ્વલનશીલ પદાર્થ છાંટી આત્મવિલોપન કરેલ અને આખા શરીરે દાઝી જતાં તેઓનું મૃત્યું થયેલ જે બાબતે આખા ગુજરાત રાજ્યમાં દલિતોમાં ભારે આક્રોશ વ્યાપી જવા પામ્યો છે. જેને લઈને આજ રોજ ભરૂચ માં રાષ્ટ્રીય બહુજન હિત રક્ષક સમિતિ અને અન્ય વિવિધ સંસ્થાઓના સભ્યો દ્રારા એકત્ર થઈને ભરૂચ કલેકટર કચેરી માં સ્વ.ભાનુપ્રસાદ ની યાદમાં ૨ મિનિટ મૌન પાળી શ્રદ્ધાંજલી આપી હતી.ત્યાર બાદ ભરૂચ જિલ્લા સમાહર્તા સંદીપ સાંગલે ને આવેદનપત્ર પાઠવી રજુઆત કરેલ કે કચેરીમાં સ્વ. ભાનુપ્રસાદ ની આત્મવિલોપનની ઘટના જેમની હાજરી માં બનેલ તેવા અધિકારીઓ સામે કડક પગલાં ભરવામાં આવે અને તેની તપાસ એસ.આઈ.ટી ને સોંપવામાં સાથે સ્વ.ભાનુપ્રસાદ ની માંગણી વાળી જમીન તાત્કાલિક રિગ્રાન્ટ કરી લેખિત હુકમ કરી તેમના પરિવાર જનોને આપવામાં આવે અને સમગ્ર ગુજરાતમાં સાંથણીમાં સરકારી પડતર જમીનો દલિતોને કાગળ ઉપર આપવાના હુકમો કરેલ છે તે જમીનો માથા ભારે તત્વો પાસેથી લઈને દલિતોને સોંપવામાં આવે તેવી માંગણીઓ કરવામાં આવેલ હતી.અને આશા સાથે ગુજરાતના રાજ્યપાલ માત્ર ફોર્માંલીટી ન કરીદલિતોને યોગ્ય ન્યાય આપવા પોતાના બંધારણીય હોદ્દાનો સદુપયોગ કરવાની પણ માંગ કરેલ છે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY