પીએમ એફિડેવિટ કરી વચન આપે લોકસભા ચૂંટણી પછી ૨૩ વિરોધ પાર્ટીઓની મદદ નહીં લે

0
6

પટના,તા.૬
રાજદ નેતા તેજસ્વી યાદવે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક એફિડેવિટ પર આ વચન આપતા સહી કરવી જાઇએ કે લોકસભા ચૂંટણી પછી તેઓ સરકાર બનાવવા માટે તે ૨૩ વિરોધ પાર્ટીઓની મદદ નહીં લે, જેમને તેમણે ‘ભ્રષ્ટ’ અને ‘ચોર’ ગણાવી છે. યાદવ વિરોધ પક્ષના તે નેતાઓમાંના એક છે જેમણે તૃણમૂલ કોંગ્રેસના સુપ્રીમો અને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજી સાથે ધરણા સ્થળ પર મુલાકાત કરી હતી અને જનસભાને સંબોધિત કરી હતી. આ પહેલા યાદવે ૧૯ જાન્યુઆરીના રોજ બેનરજી તરફથી આયોજીત વિરોધ પક્ષની રેલીમાં પણ ભાગ લીધો હતો. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે વિપક્ષોની સરખામણી ‘ચોરોના એક ઝુંડ’ સાથે કરી હતી અને આ તમામ પર ભ્રષ્ટાચારમાં જાડાઇને દેશના પૈસા લૂંટવાનો આરોપ લગાવ્યો હતો.
તેજસ્વીએ કહ્યું આજે ભાજપના બધા નેતાઓ કહી રહ્યા છે કે વિરોધ પક્ષોના સંઘીય મોરચા બનાવવા માટે ચોરોનું એક સમૂહ સાથે આવ્યું છે. હું મોદીજી, અરુણ જેટલીજી, અમિત શાહજી અને રવિ શંકર પ્રદાસજીથી આગ્રહ કરું છું કે તેઓ ૨૩ વિરોધ પક્ષોમાંથી સરકાર બનાવવામાં કોઈપણની મદદ લેશે નહીં.
આ સાથે તેજસ્વી યાદવે પીએમ મોદી અને કેન્દ્ર સરકાર પર ભીષણ પ્રહારો કર્યા છે. તેમણે મંગળવારે ધરણા સ્થળ પર સભાને સંબોધિત કરતા કહ્યું કે પીએમ મોદી અને એનડીએના લોકો દેશને બરબાદ કરવાનું કામ કરે છે. એનડીએને સત્તામાં આવ્યાના હવે સાડા ચાર વર્ષથી વધુ સમય થયો છે. પરંતુ આ દરમિયાન તેમણે માત્ર જુમલાબાજી જ કરી છે. તેમણે કહ્યું કે હકીકત એ છે કે તેમના દ્વારા કરવામાં આવેલા વચનો આજ સુધી પૂર્ણ થઈ શકિયા નથી. પીએમ મોદી અને તેમની સરકારે માત્ર અચ્છે દિનના નામે લોકો સાથે છેતરપિંડી કરી છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY