અમે ૩૭૦ કલમ હટાવવાના પક્ષમાં નથીઃ નીતિશ કુમાર

0
25

પટના,તા.૨૨
બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમારે ગુરુવારે સ્પષ્ટ રીતે જણાવ્યું હતું કે, આતંકી ગતિવિધિઓને રોકવા માટે કે પછી નિયંત્રિત કરવા માટે જમ્મુ-કાશ્મીરને વિશેષ અધિકાર આપનારા બધારણીય અનુચ્છેદ ૩૭૦ને હટાવવાની જરૂર નથી. તેમણે જણાવ્યું હતું કે, અમે અનુચ્છેદને હટાવવાના પક્ષમાં નથી.
જનતા દળ(યુનાઇટેડ)ના પ્રદેશ કાર્યાલયમાં પત્રકારો સાથે વાતચીત કરતા નીતીશે જણાવ્યું હતું કે, આતંકી ગતિવિધિઓને નિયંત્રિત કરવા માટે અને તેને જવાબ આપવા માટે જે પણ જરૂરી કાર્યવાહી હોય તે કરવી જોઇએ, પરંતુ ૩૭૦ હટાવવાના પક્ષમાં અમે લોકો નથી.
તેમણે જણાવ્યું હતું કે, મારા મતે અનુચ્છેદ ૩૭૦ હટાવવા અંગે અમે વિચારી પણ નથી શકતા. દોષિઓ વિરુદ્ધ કાર્વાહી જરૂરી છે પણ પરંતુ એનો અર્થ એ નથી કે જમ્મુ-કાશ્મીરને એક કલમથી વંચિત રાખવામાં આવે. અમે આવા પ્રકારના પગલા અને આવી માંગને સમર્થન કરતા નથી.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY