ન્યુ દિલ્હી,તા.૨૨
પુલવામા આતંકી હુમલા બાદ પોતાના નિવેદનોને કારણે ટીકાઓનો શિકાર બની રહેલા કોંગ્રેસના નેતા નવજાત સિંહે સિદ્ધુએ પીએમ મોદી પર પ્રહારો કર્યા છે. પંજાબ સરકારના મંત્રી નવજાત સિંહ સિદ્ધુએ ટ્વીટ કરીને જણાવ્યું હતું કે, મોદીજી અમે તમાર ભાડાના ટ્રોલથી ડરતા નથી. આ સિવાય તેમણે પુલવામા હુમલા અંગે પ્રશ્ન ઉભા કરતા જણાવ્યું હતું કે, આપણા બહાદુર અધિકારીઓ પાસેથી ઇનપુટ પ્રાપ્ત થયા હતા, શું કાર્યવાહી કરી?
નવજાત સિંહ સિદ્ધુએ જણાવ્યું હતું કે, પીએમ સાહેબ આપકા ડાયલોગ ખુદ્દારી, કિસી ઔર કા ડાયલોગ ગદ્દારી, સત્ય પડેગા તુમપે ભારી. મોદીજી નહી ડરતે તુમ્હારે ભાડે કે ટ્રોલ સે. આ સિવાય તેમણે એક અન્ય ટિવટ દ્વારા જણાવ્યું હતું કે, કિતને ચૂંટણી જીતે? દો હારે, હારે હુએ કે સહારા હે પુરાને જયચંદજી. તેમણે અન્ય એક ટ્વીટમાં લખ્યું હતું કે, આપણા બહાદુર અધિકારીઓ પાસેથી ઇનપુટ પ્રાપ્ત થયા હતા, શું કાર્યવાહી કરી?
ભાજપના નેતા સ્મૃતિ ઇરાનીએ જણાવ્યું હતું કે, પાકિસ્તાનના પીએમને મિત્ર માનનારા લોકો આધુનિક ભારતના જયચંદ છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




