પટના,તા.૧૩
બિહારના પૂર્વ સીએમ રાબડી દેવીએ કરેલા દાવા બાદ જેડીયુના મહાસચિવ પ્રશાંત કિશોરે લાલુ પ્રસાદ યાદવને પડકાર ફેંકિયો છે. પ્રશાંત કિશોરે ટિવટ કરીને જણાવ્યું કે, ચારા કૌભાંડમાં સજાનો સામનો કરી રહેલા લાલુ યાદવ સત્યના હિમાયત હોવાના દાવોઓ કરી રહ્યા છે.
લાલુમાં તાકાત હોય તો તેઓ મારી સામે બેસીને વાત કરે. લાલુએ કેવા પ્રકારની ડિલ અને કેવી ઓફર આપી હતી તેનો ખુલાસો થઈ શકે તેમ છે.
મહત્વપૂર્ણ છે કે, પ્રશાંત કિરશોએ પ્રકારનું ટિવટ ત્યારે કર્યુ જ્યારે રાબડી દેવીએ દાવો કર્યો હતો કે પ્રશાંત કિશોર જેડીયુ અને આરજેડીના વિલયનો પ્રસ્તાવ લઈને આવ્યા હતા. જેના માટે પ્રશાંત કિશોરે અમારી સાથે પાંચ વખત મુલાકાત કરી હતી. જેના સાક્ષી અમારી અધિકારી અને સુરક્ષા કર્મચારીઓ પણ છે.
રાબડી દેવીએ શુક્રવારે દાવો કરતા જણાવ્યું હતું કે પ્રશાંત કિશોર તેમના પતિ લાલુ પ્રસાદને મળ્યા હતા અને બંને પક્ષે મળીને લોકસભા ચૂંટણી અગાઉ તેમના વડાપ્રધાન પદના ઉમેદવારની જાહેરાત કરે તેવો પ્રસ્તાવ રજૂ કર્યો હતો. જા પ્રશાંત કિશોર લાલુ પ્રસાદને પોતે મળ્યા હોવાનો ઈનકાર કરશે તો તેઓ ખોટું બોલી રહ્યા છે.
એક સ્થાનિક ચેનલને રાબડીએ જણાવ્યું હતું કે ‘અમારી સાથે વિશ્વાસઘાત બાદ મને બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમાર પર સહેજ પણ ભરોસો નથી જેથી મેં ગુસ્સામાં પ્રશાંત કિશોરને ચાલ્યા જવાનું કહ્યુ હતું.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




