પટના,તા.૧૧
બિહારનાં મોતિહારી ખાતેના ભાજપના ઉમેદવારના નિવાસે દરોડા પડ્યા છે. જેમાં લગભગ ૪.૧૧ લાખ રૂપિયા જપ્ત કરવામાં આવ્યા છે. શિવહર લોકસભાનાં ભાજપના ઉમેદવાર રમા દેવી મોતિહારીનાં છતૌની સ્થિત એક હોટલમાં કાર્યાલય ચલાવતા હતા. હોટલમાં મોડી રાત્રે પોલીસ અને પ્રશાસન ટીમે દરોડા પાડ્યા હતા. અધિકારીઓએ ઘટના સ્થળેથી રોકડ રકમ જપ્ત કરી લઈ તપાસ હાથ ધરી છે.
ભાજપા ઉમેદવાર રમા દેવી ઉપરાંત પૂર્વી ચંપારણનાં આરએલએસપી ઉમેદવાર આકાશ સિંહની હોટલ પર પણ પોલીસે દરોડા પાડ્યા છે. જો કે, તેમની હોટલમાંથી કોઈ સામાન જપ્ત કરવામાં આવ્યો નથી. શિવહર અને પૂર્વી ચંપારણ લોકસભા મત વિસ્તારમાં ૧૨ મે, રવિવારે મતદાન થવાનું છે. શિવહર લોકસભા પણ મોતિહારી જિલ્લામાં જ આવે છે. સૂત્રો દ્વારા માહિતી મળી હતી કે ત્યાંથી મતદાતાઓને લાલચ આપવાની કોશિશ થઈ રહી હતી.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




