ધોરાજી,
તા.૨૩/૦૩/૨૦૧૮
ધોરાજીના રસુલપરા વિસ્તારમાં ઇદગાહ દરગાહ પાસે ઝાડમાં દોરડુ બાંધી લટકતી હાલતમાં મૃતદેહો મળી આવતા ચકચાર મચી ગઇ છે. તેમજ તેનો પુત્ર ગંભીર હોય જૂનાગઢની હોસ્પટલમાં ખસેડાયો છે. પોલીસ ઘટનાસ્થળે પહોંચી આ બનાવ આત્મહત્યાનો છે કે હત્યાનો તે દિશામાં તપાસ હાથ ધરી. પ્રાથમિક દ્રષ્ટએ આ બનાવમાં ગૃહ કંકાસને લઇને પત્નીની હત્યા અને પુત્રની હત્યાની કોશિશ કરી પતિએ આત્મહત્યા કર્યાનું જાણવા મળ્યું છે.
ધોરાજીમાં રહેતા નિઝામ વલી મામદ સોઢા (ઉ.૪૯) નામના મુસ્લમ આધેડે ગૃહ કંકાસને લઇને પત્ની ઝુબેદાબેન (ઉ.૪૫)ને મોતને ઘાટ ઉતારી પુત્ર નવાઝ (ઉ.૨૦)ની હત્યાની કોશિશ કર્યા બાદ પોતે ગળેફાંસો ખાય આપઘાત કરી લીધાનું પ્રાથમિક તારણમાં જાણવા મળ્યું છે. પોલીસે બન્નેના મૃતદેહને પીએમ માટે હોસ્પટલ ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923
"વંદે માતરમ ,ભારત માતાકી જય"