જમીન કૌભાંડમાં ફસાયેલા વસંત ગજેરા અને કૌભાંડી નીરવ મોદી વચ્ચે ખાસ કનેક્શન..!!

0
90

સુરત,
તા.૨૩/૦૩/૨૦૧૮

સુરત બોગસ ડોક્યુમેન્ટનો ઉપયોગ કરીને કરોડોની જમીન પચાવી પાડવાના આરોપનો સામનો કરી રહેલાં ડાયમંડ વેપારી વસંત ગજેરાના પીએનબી કૌભાંડના મુખ્ય સૂત્રધાર નીરવ મોદી સાથે નામ જાડાયું છે. જેથી તપાસ એજન્સીઓ પણ સતર્ક થઈ ગઈ છે. એક કંપનીમાં નીરવ મોદી અને વસંત ગજેરા પાર્ટનર હોવાનું હાલ જ સપાટી પર આવ્યું છે.

એક કંપનીમાં નીરવ મોદી અને વસંત ગજેરા પાર્ટનર હોવાનું સપાટી પર આવ્યું હતું. જેથી કતારગામ, વરાછા અને એકે. રોડ સહિત ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝ અને અન્ય ઉદ્યોગકારોમાં વસંત ગજેરાનું પીએનબીના કૌભાંડી સાથે નામ ઉછળતા ભારે ચર્ચાનો માહોલ જામ્યો હતો. નોંધનીય છે કે, અગાઉ જ્યારે નીરવ મોદીને ત્યાં વર્ષ ૨૦૧૫માં ડીઆરઆઇની ટીમે દરોડા પાડયા હતા ત્યારે સવાલ ઊભો થયો હતો કે નીરવ મોદીના કરોડનો ડાયમંડ લોકલ માર્કેટમાં કોના સહારે ડાયવર્ડ થયા ઉપરાંત વેટના તાજેતરના રિપોર્ટમાં પણ ટાંકવામાં આવ્યુ હતુ કે એક હજાર કરોડના એક્સપોર્ટના પુરાવા આપવામાં આવ્યા નથી એટલે તેનો પણ સીધો મતલબ એ થાય કે આ જથ્થો પણ લોકલ માર્કેટમાં સગેવગે કરી દેવાયો.

અધિકારીઓ હાલ નીરવ મોદીનું લોકલ કનેકશન શોધી રહ્યા છે. આ અંગે તાજેતરમાં જ લોકલ સેશન્સ કોર્ટમાં પણ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. આ સંજાગોમાં અધિકારીઓને કોઈપણ હિન્ટ મળે તો તેઓ જરૂરી તપાસ કરવાની તત્પરતા દાખવી રહ્યા છે. હવે તપાસ એજન્સીઓ માટે આ એક અલગ એન્ગલ પણ સામે આવ્યો છે. એક તપાસ એજન્સી સાથે સંકળાયેલાં અધિકારી સૂત્રે જણાવ્યુ કે હાલ આ અંગે કોઈ માહિતી મળી નથી. માત્ર ચર્ચા છે એટલે હાલ કંઇ કહી શકાય નહીં.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY