સબ રજિસ્ટ્રાર કચેરીમાં શોર્ટ સર્કિટથી આગ, દસ્તાવેજા-કોમ્પ્યુટર બળીને ખાક

0
160

રાજકોટ,
તા.૨૩/૦૩/૨૦૧૮

શહેરના યાજ્ઞિક રોડ પર આવેલી સબ રજીસ્ટ્રાર કચેરી ઝોન- ૩માં આગ ભભૂકી ઉઠી હતી. અચાનક જ આગ લાગતા મહત્વના દસ્તાવેજ સાથે કોમ્પ્યુટર બળીને ખાક થઇ ગયા હતા. જા કે આગ કંઇ રીતે લાગી તે જાણી શકાયું નથી. પરંતુ પ્રાથમિક તારણ એવું છે કે શોર્ટ સર્કિટથી આગ લાગી હોય તેવું મનાઇ રહ્યું છે.

વહેલી સવારે સબ રજીસ્ટ્રાર કેચેરીમાં અચાનક જ આગ લાગી હતી. બનાવના પગલે ઓફિસ આજુબાજુ લોકોના ટોળા એકઠા થઇ ગયા હતા. જા કે કોઇ મોટી જાનહાનિ થઇ ન હતી પરંતુ અમુક દસ્તાવેજા, મહત્વના ઓફિસ કાગળો અને એક કોમ્પ્યુટર બળી ગયાનું બહાર આવ્યું હતું. કોમ્પ્યુટરમાં જ કંઇ સ્પાર્ક થતા આગ લાગી હોવાનું ઓફિસમા ચર્ચાઇ રહ્યું હતું.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY