૨૫ આૅગષ્ટ પાટીદાર ક્રાંતિ દિવસથી હાર્દિક પટેલ આમરણાંત ઉપવાસ પર બેસશે

0
262

ગાંધીનગર,તા.૮
રાજ્યમાં ફરીવાર હાર્દિક પટેલે અનામત આંદોલન માટે આમરણાંત ઉપવાસ કરવાનું જાહેર કર્યુ છે. હાર્દિક પટેલે પોતાની ફેસબુક લાઇવ પોસ્ટમાં તારીખ ૨૫ આૅગસ્ટ પાટીદાર ક્રાંતિ દિવસથી અમદાવાદ ખાતે પાટીદાર સમાજને અનામત આપોની માગણી સાથે આમરણાંત ઉપવાસ પર ઉતરવાનું જાહેર કર્યુ છે.
પાટીદાર અનામત આંદોલનના આગેવાન હાર્દિક પટેલે પોતાની ફેસબુક વાલ પોસ્ટમાં લાઇવ વીડિયો મુકીને સમાજ માટેની પોતાની લાગણી વ્યક્ત કરતાં કહયું છે કે, ‘તારીખ ૨૫ ઓગસ્ટ પાટીદાર ક્રાંતિ દિવસથી અમદાવાદ ખાતે પાટીદાર સમાજને અનામત આપોની માગણી સાથે અન્નના ત્યાગ સાથે આમરણ ઉપવાસ ઉપર ઉતરીશ.
હવે છેલ્લું અને આર અથવા પાર!! અનામત, બેરોજગારી અને ખેડૂતોની મુશ્કેલી. આ મારી પ્રાથમિક લડાઈ છે. પરંતુ ગુજરાતમાં કોઈ સામાજિક જનતાને લગતો મુદ્દો હશે તો હું એ મુદ્દાની લડાઈમાં પહેલો ઉભો રહીશ. જય સરદાર.’
ત્યારબાદ હાર્દિક પટેલે પોતાની બીજી પોસ્ટમાં લખ્યુ છે, આપશ્રીને જણાવાનું કે તારીખ ૨૫/૮/૨૦૧૮ ને પાટીદાર ક્રાંતિ દિવસથી હું હાર્દિક પટેલ પાટીદાર સમાજને અનામત આપોની માગ અને અન્નના ત્યાગ સાથે આમરણ ઉપવાસ ઉપર ઉતારીશ. જ્યાં સુધી પાટીદાર સમાજને અનામતનો લાભ નહિ મળે ત્યાં સુધી હું આમરણ ઉપવાસ ઉપર બેસીશ.
જીવ જાય તો જાય પણ હવે અનામત ઉપર સરકાર નક્કી કરે. ગુજરાતમાંથી રોજ હજારોની સંખ્યામાં લોકો જાડાશે અને અસંખ્ય લોકો મને સહયોગ આપવા એક દિવસના પ્રતીક ઉપવાસ પણ કરશે. રોજ એક વ્યક્તિસરકારને અનામતના મુદ્દે જગાડવા માટે મુંડન કરાવશે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY