દરરોજ 15000 પ્રવાસીઓ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લેશે,મ્યુઝિયમ,નૌકાવીહાર સહિતની અન્ય સુવિધાઓ ઉપલબ્ધ રહેશે.
નરેન્દ્ર મોદી અને ગુજરાત સરકારે વલ્લભભાઈનું નામ સૈકાઓ સુધી અમર રહે તેવી વ્યવસ્થા કરી:વિજય રૂપાણી
ભારતમાં આવનાર દરેક વિદેશી સ્ટેચ્યુની મુલાકાત લેશે તેવી વ્યવસ્થા ગોઠવાઈ,ફલાવર ઓફ વેલી મુખ્ય આકર્ષણ રહેશે.
સ્ટેચ્યુ ઓફ યુનિટીના પાયા સુધી પહોંચવા એસકેલેટર અને બાદમાં ઉપર જાવા માટે લિફ્ટ સહિતની સુવિધા.
ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી,રાજ્યના મુખ્ય સચિવ ડો.જે.એન.સિંગ,કે.કૈલાસનાથન સહિત અગ્રણીઓએ કેવડીયામાં નિર્માણ પામી રહેલ સ્ટેચ્યુ ઓફ યુનિટીના કામનું બારીકાઈથી નિરીક્ષણ કર્યું.


રાજપીપળા:
ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના પીએમ નરેન્દ્ર મોદીએ 31 ઓક્ટોબર 2013માં પોતાના ડ્રિમ પ્રોજેકટ સરદાર પટેલની પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીનું ખાતમુહૂર્ત કર્યું હતું.જેનું 31 ડિસેમ્બર 2014ના રોજ કામ શરૂ કરવામાં આવ્યું.2989 કરોડના આ પ્રોજેકટનું હાલ લગભગ 85 ટકા કામ પૂર્ણ થઇ ગયું છે.અને બાકીનું 15 ટકાનું કામ પણ પૂર જોશમાં ચાલી રહ્યું છે.182 મીટરના આ સ્ટેટ્યૂ માટેનું 182 મીટરનું કોંક્રેટ સ્ટ્રક્ટર તૈયાર થઇ ગયું છે અને કોન્ક્રીટ કામ 100 ટકા પૂર્ણ થઇ ગયું છે.જેમાં લગભગ 68000 મેટ્રિક ટન કોન્ક્રીટ,5700મેટ્રિક ટન જાડા પાતળા સળિયા વપરાયા છે.હવે એમના શરીર પરના ઢાંચામાં ફ્રેમિંગ કરી 1900 મેટ્રિક ટનનું સરદાર પટેલનું સ્ટેચ્યુ તૈયાર થઇ જશે.
31મી ઓગસ્ટ સુધીમાં સ્ટેચ્યુનું કામ પૂર્ણ કરવાની ડેડલાઈન છે ત્યારે રવિવારે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી અચાનક કેવડિયા ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટીના અંતિમ કામકાજનું નિરીક્ષણ કરવા આવી પહોંચ્યા હતા.એમની સાથે ગુજરાત રાજ્યના મુખ્ય સચિવ ડો.જે.એન.સિંગ,મુખ્યમંત્રીના અગ્ર સચિવ કે.કૈલાસનાથન,કલેકટર આર.એસ.નિનામાં,ગુજરાત ભાજપ મહાામંત્રી ભરતસિંહ પરમાર,ભરૂચ સાંસદ મનસુખ વસાવા,જિલ્લા ભાજપ પ્રમુખ ઘનશ્યામ દેસાઈ,મહામંત્રી ગજેન્દ્રસિંહ જાડેજા સહિત અગ્રણીઓ ઉપસ્થિય રહ્યા હતા.L&T ના ઇજનેરોએ રૂપાણીને સ્ટેચ્યુ ઓફ યુનિટીના કામકાજના રજે રજથી વાકેફ કર્યા હતા.બાદ રૂપાણી પોતાના કાફલા સાથે કેવડિયા નજીકના વાગડીયા ગામે સ્ટેચ્યુ ઓફ યુનિટીના બાકીના મુકેલ પાર્ટસનું નિરીક્ષણ કરવા પહોંચ્યા હતા.
આ પ્રસંગે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે હાલ સ્ટેચ્યુ ઓફ યુનિટીનું નિર્માણ કાર્ય પૂર્ણતાને આરે છે.આગામી 31મી ઓક્ટોબર 2018ના પીએમ નરેન્દ્ર મોદી સ્ટેચ્યુ ઓફ યુનિટીનું લોકાર્પણ કરશે.દરરોજ 15000 પ્રવાસીઓ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લે એ રીતનું આયોજન કરવામાં આવી રહ્યું છે.સ્ટેચ્યુ ઓફ યુનિટીના સ્થળે મ્યુઝિયમ,નૌકાવીહાર સહિતની અન્ય સુવિધાઓ ઉપલબ્ધ રહેશે.સ્ટેચ્યુ ઓફ યુનિટીના પાયા સુધી પહોંચવા એસકેલેટર અને બાદમાં ઉપર જાવા માટે લિફ્ટ સહિતની સુવિધા છે.નરેન્દ્ર મોદી અને ગુજરાત સરકારે લોખંડી પુરુષ વલ્લભભાઈનું નામ સૈકાઓ સુધી અમર રહે તેવી વ્યવસ્થા કરી છે.ભારતમાં આવનાર દરેક વિદેશી સ્ટેચ્યુની મુલાકાત લેશે તેવી વ્યવસ્થા ગોઠવાઈ,ફલાવર ઓફ વેલી મુખ્ય આકર્ષણ રહેશે.
ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે


"વંદે માતરમ ,ભારત માતાકી જય"







