કોર્ટે હાઈવેની ખરાબ સ્થિતિ પર જાહેરહિતની અરજીમાં તબ્દીલ કરી સુનાવણીનો આદેશ આપ્યો
પટના,તા.૪
બિહારમાં ઘણાં નેશનલ હાઈવેની સ્થિતિ સ્ટેટ હાઈવે કરતા પણ બદતર છે. આનો અનુભવ ખુદ પટના હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ એ. પી. સાહીને નેશનલ હાઈવે-૧૦૬ પર થયો છે. નેશનલ હાઈવે ૧૦૬ મધેપુરાને ઉદાકિશુનગંજ સાથે જાડે છે. જસ્ટિસ સાહીએ કહ્યું છે કે આ હાઈવે પર મુસાફરી દરમિયાન તેમને રણમાં ચાલવાનો અહેસાસ થયો હતો. કોર્ટે આ નેશનલ હાઈવેની ખરાબ સથિતિ પર સુઓ મોટો લેતા તેને જાહેરહિતની અરજીમાં તબ્દીલ કરીને સુનાવણી માટે આદેશ પણ આપ્યો છે.
સુનાવણી દરમિયાન બિહારના એડવોકેટ જનરલને હાજર રહેવા માટે પણ તાકીદ કરવામાં આવી છે. બિહાર હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ સાહીએ કોર્ટમાં જણાવ્યુ હતુ કે જ્યારે તેઓ કોસી વિસ્તારના જિલ્લાઓમાં નિરીક્ષણ સંદર્ભે ગયા હતા. ત્યારે મધેપુરાથી ઉદાકિશુનગંજની વચ્ચેના ૩૫ કિલોમીટરનું અંતર કાપતા તેમને બે કલાકનો સમય લાગ્યો હતો.
જસ્ટિસ સાહીએ પોતાના અનુભવને વ્યક્ત કરતા લખ્યું છે કે તેને મહેસૂસ થયું કે સડક નહીં. પણ વૈતરણી પાર કરી રહ્યા છે. બિહાર હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ સાહીએ કહ્યું છે કે આ ઘણી દયાજનક સ્થિતિ છે. તેનાથી લોકો પરેશાન છે. ચારે તરફ ધૂળ જ ધૂળ હતી. બાળકોથી લઈને મોટેરાઓ સુધીના સૌ કોઈ પોતાના નાક અને મોંઢાને કપડાથી ઢાંકીને ચાલી રહ્યા હતા.
જસ્ટિસ એ. પી. શાહીએ ત્યાં હાજર સ્થાનિક એન્જિનિયરને નિર્માણ કાર્યમાં થઈ રહેલા વિલંબ બાબતે સવાલ કર્યો હતો.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




