આવુ શક્ય છે?: લોજપા ઉમેદવાર ચિરાગ પાસવાનની સંપત્તિમાં ઘટાડો નોંધાયો

0
7

પટના,તા.૨૭
લોકસભા ચૂંટણીના પહેલા ચરણમાં સોમવારે નામાંકનનો છેલ્લો દિવસ હતો. ઘણા દિગ્ગજ નેતાઓએ છેલ્લા દિવસે ચૂંટણી માટે નામાંકન નોંધ્યું. બિહારમાં લોકસભા ચૂંટણી માટે નામાંકન કરવા માટે જમુઈના સાંસદ ચિરાગ પાસવાન હાજર રહ્યા હતા. પણ હવે એક એવા નેતાની વાત કરીએ જે સાંસદની ચૂંટણીનું નામાંકન કરવા માટે પહોંચ્યા તો આવક ગત વર્ષની સરખામણીએ ઘટી ગઈ હતી.
નામાકંન દર્જ કરવા આવેલા જમુઈના સાંસદ ચિરાગ પાસવાને પોતાની સંપત્તિનો પણ ઉલ્લેખ કર્યો હતો. પાંચ વર્ષમાં ચિરાગ પાસવાને ૪૫ લાખની હોમ લોનની ચૂકવણી કરી છે અને ૨ ફોર વ્હીલ ગાડી તેમની પાસે છે. ચિરાગ પાસવાનની હાલની કુલ સંપત્તિ ૯૪,૬૬૦૬૬ રૂપિયા છે. જે ૨૦૧૪ના હિસાબે ઘટી ગઈ છે.
ચિરાગ પાસવાન પાસે કુલ ૩૫,૦૦૦ નકદ હાજરમાં છે જ્યારે બેંકમાં ૧૨,૫૦૦ રૂપિયા જમા છે. સાંસદ રહ્યા એ સમયે તેમણે ૫ લાખની જીપ્સી અને એક ૩૦ લાખની ફોર્ચ્યૂનર ખરીદી હતી. ગત્ત વર્ષ ચિરાગ પાસવાન પાસે કોઈ ગાડી નહોતી. ચિરાગ પાસે ઘર સિવાય કોઈ સંપત્તિ કે જમીન નથી. ૨૦૧૪માં પણ નહોતી આ વખતે પણ નથી. ૨૦૧૪માં ચિરાગ પાસવાનની કુલ સંપત્તિ ૧૦,૪૧૪૪૭૦ રૂપિયા હતી. જે હવે ૯ લાખ રૂપિયા થઈ ગઈ છે.
૨૦૧૩-૧૪ના ફાઈનાન્સિયલ યેરમાં ચિરાગની ઈનકમ ૫૦,૪૩૮૭ હતી જે ૨૦૧૮-૧૯માં વધીને ૬૧,૧૫૯૭ થઈ ગઈ છે. ૨૦૧૪માં ચિરાગ પાસે ૨૫ હજાર નકદ હતી જે હવે ૩૫,૦૦૦ થઈ ગઈ છે. ૨૦૧૪માં ચિરાગની પાસે બે બેંક એકાઊન્ટ હતા જેમાં ૯૧,૪૪૭૦ અને ૫૧,૦૦૦ રૂપિયા હતા પણ હાલ ચિરાગના ખાતામાં ૧૨,૫૦૦ રૂપિયા જ છે. ૨૦૧૪માં ચિરાગે ૪૨,૪૦૦૦ ઈન્વેસ્ટ કર્યા હતા પણ હવે એ પણ નથી.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY