હોદ્દો છોડવાનો રાહુલ ગાંધીનો નિર્ણય આત્મઘાતી સાબિત થશે : લાલુ

0
6

પટના,તા.૨૮
કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીના રાજીનામું આપવાની રજૂઆતને ઇત્નડ્ઢ પ્રમુખ લાલુ પ્રસાદ યાદવે આત્મઘાતી પગલું ગણાવ્યું છે. ચારા કૌભાંડ મામલે સજા કાપી રહેલા લાલુએ રાહુલને આવું ન કરવાની અપીલ કરી છે.
લાલુએ એવું પણ કહ્યુ કે, જો ગાંધી- નહેરુ પરિવારની બહારનું કોઈ વ્યકિત અધ્યક્ષ બનશે તો નરેન્દ્ર મોદી અને અમિત શાહ બ્રિગેડ તેને રિમોન્ટ કંટ્રોલથી ચાલનારો નેતા ગણાવશે. ભાજપના લોકો કહેશે કે રાહુલ અને સોનિયા પાર્ટીને રિમોન્ટથી કંટ્રોલ કરી રહ્યા છે. આ રમત આગામી લોકસભા ચૂંટણી સુધી ચાલતી રહેશે. જેથી ભાજપને આવો મોકો ન આપવો જોઈએ.
લાલુના કહ્યા પ્રમાણે, વાસ્તવિતા એ જ છે કે વિપક્ષ લોકસભા ચૂંટણી હારી ગયું છે. તમામ દળો સાથે મળીને વિચારવું જોઈએ કે શું ખામી રહી ગઈ છે. તમામ વિપક્ષોએ એકજૂથ થવું પડશે. ભાજપને હટાવવો ચૂંટણીમાં તમામ વિરોધી દળોનો ઉદ્દેશ હતો પરંતુ આપણે તેને નેશનલ નૈરેટિવ બનાવવામાં નિષ્ફળ નિવડ્યા છીએ.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY