બિહારમાં ચમકી તાવનો હાહાકાર : ૬૦ બાળકોનો મોત,૧૩૫ સારવાર હેઠળ

0
10

પટના,તા.૧૨
ગુજરાત માટે જેમ વાયુ વાવાઝોડું માથાનો દુખાવો બન્યો છે એમ બિહાર માટે બિમારી લોકોનાં જીવ લઈ રહી છે. બિહારમાં ચમકી તાવ એટલે કે એકિયુંટ ઇન્સેફલાઇટિસ સિન્ડ્રોમ(AES) પોતાનું રૂપ બતાવ્યું છે. આ બીમારીને કારણે બિહારના મુજફ્ફર જીલ્લમાં મરનાર બાળકોનો આંકડો ૬૦ સુધી પહોંચી ગયો છે. અને ૧૩૫ બાળકો હોસ્પિટલમાં ભર્તી કરવામાં આવ્યાં છે.
આ દરમિયાન નવા બાળકોને હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે.SKMCHના બાળ રોગ વિભાગના અધ્યક્ષ ડો. ગોપાલ શંકર સહનીએ જણાવ્યું કે બીમાર બાળકોની સંખ્યા વધી રહી હોવાથી બે નવા પીઆઈસીયૂ પણ ખોલવામાં આવ્યા છે. આ પહેલા રવિવાર મોડી રાતથી સોમવાર મોડી રાત સુધી આશરે ૨૦ બાળકોનાં મોત થઈ ગયા છે. બાળકોનાં સતત મોતને મામલે આજે કેન્દ્ર સરકારની તપાસ ટીવી મુઝફ્ફરપુર પહોંચશે. કેન્દ્રીય વિભાગની સાત સભ્યોની ટીમ પટના પહોંચી ચુકી છે.
બાળકોની બીમારીને જોઈને ચાર ICU ચાલુ કરવામાં આવ્યા છે, છતાં બેડ ઓછા પડી રહ્યાં છે. એક બેડ પર બે બાળકોની સારવાર કરવામાં આવી રહી છે. આ વચ્ચે SKMCHમાં સારા સમાચાર મળ્યાં છે કે સારવાર માટે દાખલ અમુક બાળકોની તબીયત સારી થઈ રહી છે. છ બાળકોને સારવાર બાદ PICUÚથી જનરલ વોર્ડમાં ખસેડવામાં આવ્યા છે.
આ પહેલા સીએમ નીતિશ કુમારે તમામ વિભાગોના સચિવોને આ મામલે ધ્યાન આપવાની સૂચના આપી હતી. સીએમએ જણાવ્યું હતું કે બાળકોનાં મોતથી સરકાર ચિંતિત છે. નીતિશ કુમારે મુખ્ય સચિવને છઈજી પર જાતે નજર રાખવાની સૂચના આપી હતી. સાથે જ તેમણે આ બીમારીને લઈને લોકોમાં જાગૃતિ ફેલાવવાની પણ સૂચના આપી હતી.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY