પત્રકાર સુજાત બુખારીના ૩ હત્યારાઓની ઓળખ થઈ

0
84

શ્રીનગર, તા.૨૭
જમ્મુ-કાશ્મીરમાં પત્રકાર સુજાત બુખારીની હત્યામાં સામેલ રહેલા હુમલાખોરોની ઓળખ કરી લેવામાં આવી છે. સૂત્રોના કહેવા મુજબ આ હત્યામાં સામેલ રહેલા હુમલાખોરો પૈકી એક પાકિસ્તાનથી છે. જ્યારે અન્ય બે દક્ષિણ કાશ્મીરના હોવાનું જાણવા મળ્યું છે. એમ કહેવામાં આવી રહ્યું છે કે આ હત્યામાં નાવેદ જટ્ટનું નામ પણ સામેલ આવી રહ્યું છે જે લશ્કરે તોયબા સાથે જાડાયેલો આતંકવાદી છે. અલબત્ત આ સંદર્ભમાં સત્તાવાર રીતે કોઈ નિવેદન જારી કરવામાં આવ્યું નથી. સૂત્રોના કહેવા મુજબ સુજાતની હત્યાના મામલામાં પાકિસ્તાન તરફથી એક મોટા કાવતરાના ઈનપુટ પણ મળી રહ્યા છે. હવે તપાસ સંસ્થાઓ ઉંડી તપાસમાં લાગેલી છે. આ હત્યાકાંડમાં સામેલ એક આતંકવાદીની ધરપકડ પણ કરી લેવામાં આવી છે. જ્યારે ત્રણ અન્યના સંદર્ભમાં એસઆઈટી અને અન્ય એજન્સીઓ સતત તપાસ કરી રહી છે. પત્રકારની હત્યામાં એક પાકિસ્તાની ત્રાસવાદી સામેલ હોવાની વિગત સપાટી ઉપર આવી રહી છે. જમ્મુ-કાશ્મીર પોલીસ અથવા કોઈ અન્ય તપાસ સંસ્થા હજુ સુધી આ સંદર્ભમાં કોઈ સત્તાવાર નિવેદન જારી કરી શકી નથી. પૂર્વમાં સેનાની ૧૫મી કોરથી જીઓસી લેફ્ટી. જનરલ એ.કે. ભટ્ટે આ હત્યાકાંડ પાછળ પાકિસ્તાની આતંકવાદીઓનો હાથ હોવાની વાત કરી હતી. સુજાત હત્યાકાંડ બાદ ખીણમાં એક ખાનગી ચેનલ સાથેની વાતચીતમાં કહ્યું હતું કે પાકિસ્તાની ત્રાસવાદીઓ આ હુમલામાં સીધી રીતે સંડોવાયેલા છે. ત્યારબાદ પોલીસે હુમલામાં સામેલ એક આતંકવાદીની ઓળખ કરીને મામલાની તપાસ માટે વિશેષ ટીમની રચના કરી હતી. હત્યાકાંડની તપાસ માટે બનાવવામાં આવેલી આ તપાસ ટીમની જવાબદારી શ્રીનગરના પોલીસ મહાનિર્દેશકને સોંપાઈ હતી. પત્રકાર સુજાત બુખારીની હત્યાથી ચકચાર મચી ગઈ છે.

(સંપૂર્ણ સમાચાર સેવા)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY