ક્રિકેટના ચાહકોની સંખ્યા એક અબજથી વધારે થઈ

0
71

દુબઈ,તા. ૨૭
દુનિયાભરમાં ક્રિકેટના એક અબજથી પણ વધારે ચાહકો છે. આમાંથી ૯૨ ટકા ચાહકો સૌથી નાના ફોર્મેટ ટી-૨૦ના છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ દ્વારા કરવામાં આવેલા એક વૈશ્વિક સર્વેક્ષણમાં આ અંગેનો ખુલાસો કરવામાં આવ્યો છે. આઈસીસીના આ સર્વે મુજબ એક તરફ દુનિયાભરમાં ક્રિકેટને પસંદ કરનાર એક અબજથી વધારે લોક છે. બીજી બાજુ આમાંથી ૯૦ ટકા ભારતીય પેટાખંડમાં રહેલા છે. ભારતીય પેટાખંડમાં ભારત, પાકિસ્તાન, શ્રીલંકા અને બાંગ્લાદેશના ચાહકો છે. આઈસીસીએ સર્વેમાં આ બાબત જાણવાના પ્રયાસ કર્યા છે કે ક્રિકેટના વિકાસની કામગીરી ઝડપથી થઈરહી છે કે કેમ. આ માધ્યમથી આઈસીસીએ આ રમતના વૈશ્વિક વિકાસ માટે આગળની રણનીતિ ઉપર કામ કરશે. સર્વેમાં ૧૨ સભ્ય દેશો ઉપરાંત ચીન અને અમેરિકામાં પણ અભિપ્રાય લેવામાં આવ્યા હતા. આ મુજબ ક્રિકેટને પસંદ કરનાર લોકો ૧૬થી ૬૯ વર્ષની વયના છે. દુનિયાભરમાં ક્રિકેટને પસંદ કરનારાઓની વય ૩૪ વર્ષની છે. ક્રિકેટની ટોચની સંસ્થા તરફથી કરવામાં આવેલા આ સર્વેથી એવું પણ જાણવા મળ્યું છે કે ટી-૨૦ બાદ આશરે ૮૮ ટકા લોકો વન ડે ક્રિકેટને પસંદ કરે છે. આશરે ૮૭ ટકા લોકોનું માનવું છે કે ટી-૨૦ને ઓલમ્પિકમાં પણ સામેલ કરી શકાય છે. ૯૫ ટકા લોકો હજુ પણ ૫૦ ઓવરના વર્લ્ડકપ અને ટી-૨૦ વર્લ્ડકપને પસંદ કરે છે. રિપોર્ટને આ સપ્તાહના અંતમાં ડબલીનમાં યોજનાર આઈસીસીના વાર્ષિક કાર્યક્રમમાં રજુ કરવામાં આવશે. શોધમાં જાણવા મળ્યું છે કે ૬૮ ટકા ચાહકો મહિલા ક્રિકેટને પણ નિહાળવા માટે ઉત્સુક હોય છે. જ્યારે ૬૫ ટકા મહિલા વિશ્વકપમાં રસ ધરાવે છે. આ ઉપરાંત આશરે ૭૦ ટકા ચાહકો ઈચ્છે છે કે મહિલા ક્રિકેટની મેચોનું પ્રસારણ વધારે પ્રમાણમાં થવું જાઈએ. ટી-૨૦ આવવાથી ટેસ્ટ ક્રિકેટને માઠી અસર થઈ છે. જાકે આ સર્વેમાં આવી ધારણા ખોટી સાબિત થઈ છે. સર્વેમાં સામેલ ૧૯ હજારથી વધુ લોકોમાંથી ૭૦ ટકા ટેસ્ટ ક્રિકેટને પસંદ કરે છે.

(સંપૂર્ણ સમાચાર સેવા)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY