મોડી રાત્રે બાપુનગર પોલીસ સ્ટેશનમાંથી ફરાર
અમદાવાદ,તા.૨
શહેરના બાપુનગર વિસ્તારમાં મારામારી તેમજ દારૂના કેસમાં સંડોવાયેલી એક આરોપી મહિલા ગઇ કાલે મોડી રાત્રે બાપુનગર પોલીસ સ્ટેશનમાંથી ફરાર થઇ જવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. આ ગંભીર ઘટનામાં ઝોન-પ ના ડીસીપી હિમકરસિંહે એક આસિ. સબ ઇન્સ્પેકટર, બે મહિલા પોલીસ કોન્સ્ટેબલ અને અન્ય એક પોલીસ કર્મચારીને સસ્પેન્ડ કર્યા છે. બાપુનગર પોલીસે ચારેય પોલીસ કર્મચારીઓ સામે ગંભીર બેદરકારી દાખવવા બદલ ગુનો દાખલ કર્યો છે.
એચ ડિવિઝનના એસીપી બી.વી. ગોહિલે જણાવ્યું છે કે, બાપુનગરની માથાભારે સિતારા નામની મહિલા બુટલેગર મારામારી તેમજ પ્રોહીબિશનના કેસમાં વોન્ટેડ હતી.
બાપુનગર પોલીસે ગઇ કાલે તેની ધરપકડ કરી હતી. મોડી રાત્રે સિતારા એએસઆઇ સહિત ચાર પોલીસ કર્મચારીઓને ચકમો આપી પોલીસ કસ્ટડીમાંથી ફરાર થઇ ગઇ હતી. આ સમગ્ર ઘટનાની જાણ ડીસીપીને થતાં તેમણે તમામ પોલીસ કર્મચારીને સસ્પેન્ડ કર્યા છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે
*આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861


"વંદે માતરમ ,ભારત માતાકી જય"



