ચિલોડા સ્થિત હોટલ અંજલિમાં રચાયુ હતુ પેપર લીક કૌભાંડ…!!

0
85

ગાંધીનગર,તા.૪
પેપરલીક મામલે વધુ એક મહત્વની માહિતી સામે આવી છે. જે મુજબ, ચિલોડા સ્થિત એક હોટલમાં મિટિંગ થઇ હતી. ચિલોડામાં અંજલિ ઇન હોટેલમાં સમગ્ર કૌભાંડને કેવી રીતે પાર પાડવું તે આંગે મિટીંગ કરવામાં આવી હતી. પરીક્ષા સમયે પેપર લકી થયાની જાણ થતા જ પરીક્ષા કેન્સલ કરી દેવાઈ હતી, જેને કારણે ૯ લાખ જેટલા વિદ્યાર્થીઓમાં નિરાશા વ્યાપી ગઈ હતી. જ્યારે કે, આ સમગ્ર કૌભાંડ જે સ્થળ પર રચાયું હતું, તે વિવાદાસ્પદ હોટલનું નામ સામે આવી ગયું છે. ગાંધીનગરના ચિલોડામાં અંજલિ ઈન હોટલ આવેલી છે.
આ હોટલમાં લોકરક્ષક દળની પરીક્ષાનું પેપર કૌભાંડનું ષડયંત્ર ઘડાયું હતું. આ હોટલમાં યોજાયેલી આ મિટિંગમાં ૫૦ જેટલા લોકો સામેલ હતા. પણ ચોંકાવનારી બાબત એ છે કે, આ પહેલા પણ આ હોટલ વિવાદમાં આવી ચૂકી છે. અને હવે ફરીથી મોટા કૌભાંડમાં આ હોટલનું નામ સામે આવ્યું છે. ત્યારે એજન્સી આ અંગે વધુ તપાસ કરી રહી છે. વિવાદમાં જે હોટલ અંજલિ ઈનનું નામ સામે આવ્યું છે તેના માલિક શંકર રાણા છે. જેઓ મધુર ડેરીના ચેરમેનના ભાઈ છે. તો બીજી તરફ, પોલીસને કેટલીક ઓડિયો કિલપ હાથ લાગી છે. જેમાં નાણા ચૂકવણી અને સોદાબાજીના પુરાવા મળ્યા છે. તેથી હવે વધુ લોકો આ કેસમાં પકડાય તેવી શકીયતા છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY