અમદાવાદમાં ચોરી કરનાર ફરાર આરોપી અંકલેશ્વરમાં ઝડપાયો

0
6

અંકલેશ્વર પોલીસે આરોપીનો કબજા અમદાવાદ પોલીસને સોપ્યો
અંકલેશ્વર, તા.૧૭
ભરૂચ એસઓજી પોલીસે અમદાવાદના વિવિધ વિસ્તારોમાં ચોરી કરનાર ઈસમને અંકલેશ્વરથી ઝડપી પાડ્યો છે.
પ્રાપ્ત વિગતો અનુસાર ભરૂચ એસઅોજી પોલીસ અંકલેશ્વર જીઆઈડીસીમાં પેટ્રોલિંગમાં હતી. ત્યારે તેમણે મૂળ રાજસ્થાનના અને હાલ અંકલેશ્વર ખાતે રાધેક્રિષ્ન સોસાયટીમાં રહેતા સત્યનારાયણ ગોરધનજી કુમાવતને શંકાસ્પદ હાલતમાં રોકી કડકાઈથી તેની પૂછપરછ કરી હતી. જેમાં તેણે અમદાવાદ, અોઢવ, સરખેજ, દહેગામ, જેવા વિસ્તારોમાં ચોરી કરી હોવાની કબુલાત કરી હતી. એસઅોજી પોલીસે તેની ધરપકડ કરી જીઆઈડીસી પોલીસને તેનો કબજા સોîપ્યો છે. જીઆઈડીસી પોલીસે અમદાવાદ પોલીસને તેનો કબજા સોîપવાની કાર્યવાહી હાથ ધરી છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY