પેરિસ,તા.૭
ચેક ગણરાજ્યની માર્કેટા વોંડરૂસોવા અને ઓસ્ટ્રેલિયાની એસ્લે બાર્ટી ફ્રેન્ચ ઓપનમાં મહિલા સિંગલ્સની ફાઇનલમાં પહોંચી ગઈ છે. બંન્ને પ્રથમ વખત કોઈ ગ્રાન્ડસ્લેમના ફાઇનલમાં પહોંચી છે. ૧૯ વર્ષની બોંડરૂસોવાએ સેમીફાઇનલમાં બ્રિટનની જાહન્ના કોન્ટાને ૭-૫, ૭-૬ (૭/૨)થી પરાજય આપ્યો હતો. તો બાર્ટીએ અમેરિકાની ૧૭ વર્ષની અમાન્ડા અનિસિમોવાને ૬-૭(૪), ૬-૩, ૬-૩થી હરાવી હતી.
વોંડરૂસોવા પ્રથમ વખત કોઈ ગ્રાન્ડસ્લેમની સેમીફાઇનલમાં પહોંચી હતી. આ પહેલા તે ઓસ્ટ્રેલિયન ઓપન (૨૦૧૮ અને ૨૦૧૯)માં બીજા રાઉન્ડ, વિમ્બલ્ડન (૨૦૧૭ અને ૨૦૧૮)માં પ્રથમ રાઉન્ડર અને યૂએસ ઓપન (૨૦૧૮)માં ચોથા રાઉન્ડ સુધી પહોંચી હતી.
બીજીતરફ બાર્ટી આ વર્ષે ઓસ્ટ્રેલિયન ઓપનની ક્વાર્ટર ફાઇનલમાં હારી ગઈ હતી. તે તેનું ગ્રાન્ડસ્લેમમાં સર્વશ્રેષ્ઠ પ્રદર્શન હતું. વિમ્બલ્ડન (૨૦૧૮)માં ત્રીજા રાઉન્ડ સુધી પહોંચવુ તેનું સૌથી સારૂ પ્રદર્શન રહ્યું હતું. તે યૂએસ ઓપન (૨૦૧૮)માં ચોથા રાઉન્ડ સુધી પહોંચી હતી.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




