રાજપીપળા માં વન વિભાગે સર્ચ કરી 13 જેવા પોપટો ને આઝાદ કરાવ્યા

કોઈ વ્ય્યક્તિની અરજી આવતા વન વિભાગે સર્ચ ઓપરેશન હાથ ધર્યુંું જેમાંં સાત જેવા નહિ ઉડી સકતા બચ્ચાઓ ને નર્સરી મા રાખી બાકીનાને ઉડાડી આઝાદ કર્યા
રાજપીપળા: આમ તો ઉડતા પક્ષીઓને કેદ કરવા એ સજા આપવા બરાબર કહેવાય છે ત્યારે રાજપીપળા વન વિભાગ માં કોઈકે અરજી કરતા વન વિભાગની ટીમે અમુક વિસ્તાર માં સર્ચ કરતા લોકો એ ઘર આંગળે પોતના શોખ પુરા કરવા પાંજરે પૂરેલા તેર જેટલા પોપટો ને પકડી એ પૈકી સાતેક નાના નહિ ઉડી શકતા બચ્ચાઓને નર્સરી માં સંભાળ માટે રાખ્યા જયારે અન્ય ઉડતા પોપટોને પાંજરે થી આઝાદ કર્યા હતા
આમ તો પોપટ કે કોઈ પણ પક્ષીઓ ને કેદ કરવા ગુનો બનતો હશે છતાં પોતાના શોખ ખાતર અમુક લોકો રંગબેરંગી પક્ષીઓ કે પોપટો ને પાંજરે પુરી એમની આઝાદી છીનવે છે ત્યારે આ માટે બનેલા કાયદાનો આવી નાની બાબતોમાં ખાસ અમલ થતો નથી પરંતુ જો કોઈ અરજી કરે તો એની સામે જરૂર કાયદા નો અમલ કરાઈ છે એમજ રાજપીપળા વન વિભાગ માં કોઈ પક્ષી પ્રેમી એ અરજી કરતા વન વિભાગ હરકતમાં આવ્યું હતું અને અમુક ચોક્કસ ઘરો માં સર્ચ કરી પોપટો ને પાંજરા સાથે લાવી સૌ પ્રથમ તમામ નું મેડિકલ ચેકઅપ કરાવ્યા બાદ ઉડતા પોપટો ને આઝાદ કરાયા હતા ત્યારે જાણવા મળ્યા મુજબ આ માટે કોઈ વિરુદ્ધ ફરિયાદ નથી થઈ પરંતુ તમામ ને વોર્નિંગ આપવામાં આવી હતી .
ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મોં.નં.9408975050
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





