વેનેઝૂએલામાં આર્થિક સંકટ, સૈન્ય હસ્તક્ષેપ એક વિકલ્પ છેઃ ટ્રમ્પ

0
19

વોશિંગ્ટન,તા.૪
અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પએ કહ્યું કે, વેનેઝૂએલામાં સૈન્ય હસ્તક્ષેપ કરવાનો એક વિકલ્પ છે. ઓપેક દેશોના સહયોગી રશિયાએ આ પ્રકારના વિનાશકારી પગલાંનો વિરોધ કર્યો છે. હકીકતમાં પશ્ચિમ દેશો સોશિયલિસ્ટ નેતા નિકોલસ માદુરો પર રાજીનામાનું દબાણ કરી રહ્યા છે, સાથે જ અહીંના વિપક્ષના નેતા અને સ્વયંભૂ ઇન્ટરિમ પ્રેસિડન્ટ ખુઆગ ગોઇદોને સત્તા સોંપવા ઇચ્છે છે.
અમેરિકાએ ગોઇદોને ૨૩ જાન્યુઆરીના રોજ ઇન્ટરિમ પ્રેસિડન્ટ તરીકે માન્યતા આપી દીધી હતી. અમેરિકા માદુરોને હટાવવા માટે વૈશ્વિક અભિયાનનું નેતૃત્વ કરી રહ્યું છે. માદુરો પર નિરંકુશ શાસક હોવાનો આરોપ છે. ટ્રમ્પે સીબીએસ ન્યૂઝને કહ્યું કે, હું એ નથી કહેવા ઇચ્છતો, પરંતુ નિશ્ચિત રીતે સૈન્ય હસ્તક્ષેપ એક વિકલ્પ છે.
રશિયા છેલ્લાં કેટલાંક વર્ષોથી વેનેઝૂએલાનું ખાસ સહયોગી રહ્યું છે અને વિચારધારાના સ્તરે તે લેટિન અમેરિકન દેશના પક્ષમાં ઉભું છે. રશિયાના વિદેશ મંત્રીએ કહ્યું, વિશ્વના તમામ દેશોના પ્રયત્નો હાલ વેનેઝૂએલાની મદદ કરવી જાઇએ. તેઓએ આ દેશને સંકટમાંથી બહાર કાઢવા અંગે વિચારવું જાઇએ, તેને બરબાદ કરવાની યોજના ના બનાવવી જાઇએ.
ઉલ્લેખનીય છે કે, ટ્રમ્પે વારંવાર ચેતવણી આપી છે કે, વેનેઝૂએલામાં તમામ વિકલ્પ ખૂલ્લા છે. ઉલ્લેખનીય છે કે, માદુરોના નેતૃત્વમાં વેનેઝૂએલા આર્થિક સંકટમાંથી પસાર થઇ રહ્યુંછે, જ્યાં ખાવા-પીવાની ચીજા અને દવાઓની પણ ઉણપ છે. વેનેઝૂએલામાં ભારે આર્થિક સંકટ અને જનતાના આક્રોશનો સામનો કરી રહેલા માદુરો પર સત્તા છોડવાનું દબાણ છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY