પેટ્રોલમાં ૧૨, ડીઝલની કિંમતમાં ૧૭ પૈસાની વૃદ્ધિ નારાજગી વચ્ચે પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં વધુ વૃદ્ધિ

0
196

સપ્તાહના બીજા દિવસે ભાવમાં વધારો કરાયો : મુંબઇમાં પેટ્રોલની કિંમત વધીને લીટરદીઠ ૯૧.૨૦ સુધી પહોંચી
નવી દિલ્હી,તા. ૨
પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં ભાવ વધારાનો દોર જારી રહ્યો છે. આજે વધુ વધારો કરવામાં આવ્યો હતો. તેલની કિંમતમાં જારી વધારાનો દોર સપ્તાહના બીજા દિવસે મંગળવારે પણ જારી રહ્યો હતો. આજે પેટ્રોલની કિંમતમાં ૧૨ પૈસા અને ડીઝલની કિંમતમાં ૧૭ પૈસાના વધારો કરવામાં આવ્યો હતો. આની સાથે જ સ્થિતી હવે વધારે જટિલ બની રહી છે. પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં વધારો છેલ્લા કેટલાક દિવસથી જારી રહ્યો છે. આજના વધારાની સાથે જ પેટ્રોલની કિંમત દિલ્હીમાં ૮૩.૮૫ થઇ ગઇ હતી. મુંબઇમાં કિંમત ૯૧.૨૦ સુધી પહોંચી ગઇ હતી. કોલકત્તામાં પેટ્રોલની કિંમત ૮૫.૬૫ સુધી પહોંચી ગઇ છે. આવી જ રીતે ચેન્નાઇમાં લીટરદીઠ ૮૭.૧૮ સુધી પહોંચી ગઇ છે. બીજી બાજુ ડીઝલની કિંમતમાં પણ વધારો થતા લોકોને પરેશાની થઇ રહી છે. દિલ્હીમાં ડીઝલની કિંમત લીટરદીઠ ૭૫.૨૫ સુધી રહી છે. પેટ્રોલ અને ડિઝલની કિંમતમાં વધારો જારી રહેતા લોકો હવે વધુને વધુ પરેશાન દેખાઇ રહ્યા છે.પેટ્‌ોલ અને ડીઝલના વધતા જતા ભાવ વચ્ચે હાલમાં સરકારની વ્યાપક ટિકા થઇ રહી છે.ભાવ વધારાના કારણે હાલ વધુ નારાજગી રહી શકે છે.કિમતોમાં અવિરત વધારાનો દોર જારી રહ્યો છે. લોકોની હાલત વધારે ખરાબ થઇ રહી છે. મોદી સરકારની સામે લોકો નારાજગી પણ વ્યક્ત કરી રહ્યા છે. ભારત દ્વારા તેની ક્રૂડ ઓઇલ પૈકીની ૮૦ ટકાની આયાત કરે છે. હાલમાં ક્રૂડની કિંમત વધતા અને ડોલરની સરખામણીમાં રૂપિયામાં ઘટાડો થતાં કંપનીઓ માટે ક્રૂડની આયાત મોંઘી થઇ છે. પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં વધારાના કારણે તમામ રાજ્યો પર દબાણ આવી રહ્યુ છે. મોદી સરકારથી મધ્યમ વર્ગ નાખુશ છે. આ વધતા જતા ભાવના કારણે મોદી સરકારને લોકસભાની ચૂંટણીમાં મોટી કિંમત ચુકવવી પડી શકે છે. કારણ કે મોટા ભાગની જીવન જરૂરી ચીજાની કિંમતમાં હાલમાં વધારો થયો છે. આના કારણે તમામ લોકોના બજેટ બગડી ગયા છે. આગામી દિવસોમાં પણ મોંઘવારીના કારણે સામાન્ય લોકોને પરેશાન રહેવાની ફરજ પડી શકે છે. કારણ ે ક્રુડની કિંમત તો હાલમાં વધી રહી છે. પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં અવિરત વધારો જારી રહેલાત સરકાર પણ ચિંતાતુર છે. જા કે પગલા લેવા માટે સરકાર તરફથી કો નક્કર ખાતરી આપવામાં આવી રહી નથી. જે લોકોને હેરાન કરે છે. ઓપેક દેશોએ ઉત્પાદન ન વધારી દેવાની વાત કર્યા બાદ ભારત સહિત દેશોના લોકોને આગામી દિવસોમાં વધારે કિંમત ચુકવવા માટે તૈયાર રહેવુ પડશે.તેલ ઉપરાંત સામાન્ય લોકોને વધુ મોટો ફટકો પડ્યો છે. કેટલાક અર્થશા†ીઓ કહી રહ્યા છે કે જા સરકાર પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં ઘટાડો કરવાની દિશામાં કોઇ નક્કર પગલા લેશે નહીં તો સામાન્ય લોકોમાં આગામી દિવસોમાં નારાજગી વધી શકે છે અને તેના કારણે સરકારની ગણતરી ઉંઘી થઇ શકે છે. ભાવ વધારાને લઇને સરકારની ચારેબાજુ વ્યાપક ટિકા હાલમાં થઇ રહી છે. એમ માનવામાં આવે છે કે પેટ્રોલ-ડિઝલની કિંમતમાં હજુ વધુ વધારો કરવામાં આવી શકે છે.તમામ શહેરોમાં ફરી એકવાર ભાવમા વધારો થતા લોકો હવે પરેશાન દેખાઇ રહ્યા છે. દેશભરમાં પેટ્રોલિયમ પેદાશોમાં વધી રહેલી કિંમતોના કારણે સરકાર અને વિપક્ષ આમને સામને છે. વિરોધ પક્ષો દ્વારા પેટ્રોલ અને ડીઝલ પર એક્સાઇઝ ડ્યુટીમાં કાપની માંગ કરવામાં આવી રહી છે. ભાવ વધારા સામેના વિરોધમાં હાલમાં કોંગ્રેસ અને અન્ય પક્ષોએ ભારત બંધની હાકલ કરી હતી. જા કે વિરોધ પ્રદર્શન અને દેખાવની કોઇ અસર થઇ નથી.

સંપૂર્ણ સમાચાર સેવા
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજે જ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861*

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY