દેશના વાણિજ્ય પાટનગર મુંબઇ સહિત તમામ શહેરોમાં ભાવ વધારાથી હવે લોકો હેરાન : સામાન્ય લોકોમાં રોષ
મુંબઇ,તા. ૧૬
પેટ્રોલ અને ડીઝડલની વધતી જતી કિંમતોમાં હવો કોઇ રાહતમ મળી રહી નથી. આજે વધુ વધારો કરવામાં આવ્યો હતો. પેટ્રોલની કિંમતમાં ૧૧ પૈસા અને ડીઝલની કિંમતમાં ૨૪ પૈસાનો વધારો કરવામાં આવ્યો હતો. આજે દિલ્હીમાં પેટ્રોલની કિંમત વધીને ૮૨.૮૩ રૂપિયા થઇ ગઇ હતી જ્યારે ડીઝલની કિંમત ૨૩ પૈસા વધતા તેની કિંમત ૭૫.૬૯ રૂપિયા થઇ ગઇ હતી. મુંબઈમાં ભાવ વધારાથી લોકો પરેશાન છે. આજે મુંબઈમાં પેટ્રોલની કિંમત લીટરદીઢ ૮૮.૨૯ થઇ હતી જ્યારે ડીઝલની કિંમત ૨૪ પૈસા વધીને ૭૯.૧૧ થઇ ગઇ હતી. કોલકાતા અને અન્યત્ર પણ કિંમતોમાં વધારો થયો હતો. પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી બિલકુલ નજીક પહોંચી છે ત્યારે ભાવ વધારાના કારણે મોદી સરકારની મુશ્કેલીમાં વધારો થઇ શકે છે. સાથે સાથે ચૂંટણીમાં ફટકો પણ પડી શકે છે. ઓપિનિયન પોલના તારણો પણ આવી રહ્યા છે. રાજસ્થાન, મધ્યપ્રદેશ, તેલંગાણા અને છત્તીસગઢમાં વિધાનસભાની ચૂંટણી હવે યોજાનાર છે. જેના પરિણામસ્વરુપે ભાવ વધારા મુદ્દે સરકારની મુશ્કેલી વધી શકે છે. દેશમાં જુદી જુદી ચીજાના ભાવમાં વધારો થઇ રહ્યો છે. મોંઘવારીના કારણે લોકો ચોક્કસપણે પરેશાન દેખાઇ રહ્યા છે. આવી સ્થિતિમાં મોદી સરકાર પાંચ વર્ષ પણ સત્તામાં પૂર્ણ કરી રહી છે. જેથી તેમની સામે શાસન વિરોધી લહેર ઉભી ન થાય તે બાબતની કાળજી મોદી સરકારને ચોક્કસપણે કરવી પડશે. જુદા જુદા સમુદાયના લોકો પણ હાલમાં નારાજ દેખાઇ રહ્યા છે. વિરોધ પક્ષોનો આક્ષેપ છે કે, સરકાર દ્વારા ભાવ વધારાને કાબૂમાં લેવા માટે કોઇ પગલા લેવામાં આવ્યા નથી. જ્યારે સરકારની દલીલ છે કે, વૈશ્વિક ક્રૂડ ઓઇલની કિંમતમાં સતત વધારો થઇ રહ્યો છે. અન્ય આંતરરાષ્ટ્રીય પરિબળો પણ ભાવ વધારા માટે જવાબદાર દેખાઈ રહ્યા છે. પેટ્રોલિયમ પેદાશોની કિંમતમાં વધારાનો દોર હાલ નહીં અટકે તેમ માનવામાં આવે છે. થોડાક સમય પહેલા જ સરકારે પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં ૨.૫૦ રૂપિયાનો ઘટાડો કર્યો હતો. સાથે સાથે આટલો જ ઘટાડો કરવા રાજ્યોને કહેવામાં આવ્યા બાદ પાંચ રૂપિયા સુધીનો ઘટાડો થઇ ગયો હતો. જા કે, હવે આ ઘટાડાને લઇને સ્થિતિ સંપૂર્ણપણે ફાયદાકારક સાબિત થઇ રહી નથી. કારણ કે, ભાવમાં ઘટાડો કરવામાં આવ્યા બાદથી અનેક વખત ભાવમાં વધારો થઇ રહ્યો છે. જેના લીધે સામાન્ય લોકોના બજેટ બગડી રહ્યા છે.
સંપૂર્ણ સમાચાર સેવા
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજે જ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861*


"વંદે માતરમ ,ભારત માતાકી જય"




