આજે પેટ્રોલની કિંમત ૩૦ પૈસા અને ડીઝલની ૧૯ પૈસા વધી છે. જેના પગલે ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ભરૂચ રેલ્વે સ્ટેશન સ્થીત ડો.બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા નજીક સરકાર દ્વારા ઝિંકાતા પેટ્રોલ-ડિઝલ ના ભાવ વધારો તેમજ વધતી મોંધવારીના વિરોધ સાથે વિરોધ સાથે દેખાવો યોજયા હતા.

ભરૂચ ખાતે યોજાયેલ વિરોધ પ્રદર્શન અને બેનરો સાથે દેખાવો અને સુત્રોચ્ચારમાં કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રણા, મહોમદ ફાંસીવાલા, સંદિપ માંગરોલા, શેરખાન પઠાણ,સમસાદઅલી સૈયેદ,હેમેન્દ્ર કોઠીવાલા,ચેતના વસાવા સહિતના કોંગી આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટર:-પ્રકાશ મેકવાન,ભરૂચ.
મો:-9537920203.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"






