ભરૂચ શહેરના આશ્રય સોસાયટી પાસે આવેલ જગન્નાથ સેવા સમિતિના મંદિરે થી આજ રોજ ભગવાન જગન્નાથજીની ૧૧ મી રથયાત્રા વાજતે ગાજતે નીકળી હતી.

જગન્નાથ સેવા સમિતિ દ્રારા ભગવાન જગન્નાથજીના મંદિરે ઓરિસ્સા ની પૂજા વિધિ અને સંસ્કૃતિ પ્રમાણે રથયાત્રા પર્વની ઉજવણી હર્ષોઉલ્લાસ સાથે કરવામાં આવી હતી.ભગવાન જગન્નાથજીને નાચતા અને વાજિંત્રોના તાલે જુલાવી રથમાં સવાર કરવામાં આવ્યા હતાં.

ત્યાર બાદ રથયાત્રા નો પ્રારંભ ભરૂચના ધારાસભ્ય દુષ્યંત પટેલ,નગર પાલિકા ઉપ પ્રમુખ ભરત શાહ,ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિના નવ નિયુક્ત પ્રમુખ પરિમલસિંહ રણા,ભાજપ ના શહેર મહામંત્રી જીગ્નેશ મિસ્ત્રી, નગર સેવક મનહર પરમાર સહીત અન્ય અગ્રણીઓ અને મોટી સંખ્યા માં ઉપસ્થિત જનમેદ ની ના જયઘોષ રથને પ્રસ્થાન કરાવ્યું હતું.
આ રથયાત્રા આશ્રય સોસાયટી થી નીકળી અમીધરા થઈને નંદેલાવ રોડ થી શ્રવણ ચોકડી, શકતીનાથ થઈને પરત પાછી આશ્રય ખાતે મંદિરે આવશે. રથયાત્રા ને લઈને રથયાત્રાના સ્વાગત અને ભક્તોના માટે શરબત અને પાણી સેવાઓ આપવામાં આવી હતી.
આ રથયાત્રામાં કોઈ અનિચ્છિય બનાવ બને નહિ તે માટે પોલીસ વિભાગ દ્રારા રથયાત્રાના રૂટ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.
રિપોર્ટર:-પ્રકાશ મેકવાન, ભરૂચ.
મો:-9537920203.
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે


"વંદે માતરમ ,ભારત માતાકી જય"





