પીએફ એકાઉન્ટથી માત્ર ૬૦ ટકા રકમ કાઢવાની પરવાનગી મળે તેવી શક્યતા

0
54

ન્યુ દિલ્હી,તા.૨૦
કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન એટલે કે ઈપીએફઓના બોર્ડ ઓફ ટ્રસ્ટીની ૨૬મી જૂને બેઠક મળશે. આ બેઠકમાં પીએફ એકાઉન્ટથી માત્ર ૬૦ ટકા રકમ કાઢવાની પરવાનગીવાળા પ્રસ્તાવ ઉપર જ ચર્ચા કરવામાં આવશે.
સૂત્રોના જણાવ્યા મુજબ ઈપીએફઓએ પીએફ કાઢવાના વધી રહેલા મામલાને ધ્યાનમાં રાખી આ નવો પ્રસ્તાવ તૈયાર કર્યો છે અને પ્રસ્તાવ અનુસાર આ નિયમોમાં ફેરફાર કરવામાં આવી શકે છે. કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠને એક પ્રસ્તાવ તૈયાર કર્યો છે જેના અનુસાર એકાઉન્ટધારક માત્ર કુલ રકમનો ૬૦ ટકા હિસ્સા જ કાઢી શકશે.
હાલના નિયમ અનુસાર નોકરી છોડવા અને બે મહિના સુધી બેરોજગાર રહેવાની સ્થિતિમાં વ્યક્તિ પીએફના બધા પૈસા કાઢી શકતો હતો પરંતુ નવા પ્રસ્તાવ અનુસાર જા આવું થયું તો આ બે મહિનાની સમયમયર્દિામાં ઢીલ આપવામાં આવશે અને તેને ઓછી કરીને એક મહિનો કરી નાખવામાં આવશે પરંતુ સભ્ય નોકરી છૂટવાની હાલતમાં પૂરી રકમ કાઢી નહીં શકે અને માત્ર ૬૦ ટકા રકમ જ કાઢી શકશે.
આવું કરવા પાછળનો હેતુ લોકોની આર્થિક સુરક્ષા વધારવાનો છે. તમામ પૈસા કાઢી લેવાથી જે તે ખાતાધારકનું એકાઉન્ટ નિÂષ્ક્રય થઈ જાય છે અને જ્યારે તે બીજી નોકરી શ કરે છે ત્યારે ફ્રેશ એકાઉન્ટ હોય છે.

(જી.એન.એસ)

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY