લંડન,તા.૨૬
તાજેતરમાં ભારતની ગરીબી દર્શાવતી અમુક તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે. આ તસવીરોમાં ગામના લોકો એક ખાવાની વસ્તુઓથી ભરેલા ટેબલ નજીક પોઝ આપી રહ્યા છે. ભારતમાં આ સિરિઝનો વિરોધ થતાં આ તસવીરો પોતાના કેમેરામાં કેદ કરનાર ફોટોગ્રાફરે માફી માંગી છે. તેના કહેવા પ્રમાણે તેની રીત ખોટી છે, પરંતુ તેનો ઈરાદો ખોટો ન હતો.
ઇટાલીના ફોટોગ્રાફર એલેસીઓ મમોએ આ તસવીરો ખેંચી હતી. એક તસવીરમાં જાઈ શકાય છે કે બે બાળકો એક ભોજનથી ભરેલા ટેબલની પાછળ રહીને પોઝ આપી રહ્યા છે. બંને બાળકોએ પોતાની આંખો પર હાથ મૂકી દીધા છે. વર્લ્ડ પ્રેસ ફોટો ફાઉન્ડેશને આ તસવીરો તેના ઇન્ટાગ્રામ પર શેર કરતા આ તસવીરો વાયરલ થઈ ગઈ હતી.
મંગળવારે આ અંગે ફોટોગ્રાફર મમોએ એક નિવેદન બહાર પાડીને આ અંગે માફી માંગી છે. Âટ્વટર્સ અને ઇન્ટાગ્રામ યુઝર્સે “ડ્રિમિંગ ફૂડ” અને “પોવર્ટીપોર્ન”ના હેઝ ટેગ સાથે આ તસવીરોની ટીકા કરી હતી.
આ અંગે ઇન્ટાગ્રામ પર એક યુઝર્સે લખ્યું છે કે, “આ ઈરાદાપૂર્વક કરવામાં આવેલું કૃત્ય છે. જાગૃતિ ફેલાવવા માટે લોકોનાં માન-સન્માનને ન ઝૂટવી શકાય, તેના માટે કોઈ બીજા રસ્તો અપનાવવો જાઈએ. નાની સહાનુભૂતિની લાંબા સમય સુધી અસર રહે છે. ગરીબ લોકો તેના માટે આધાર નથી.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"




